SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ખેમો દેદરાણી જવા જેવું જ થશે; એટલા માટે ઉદાર દિલ રાખીને જે કંઈ કરવું હોય તે ખુશીથી કરી લે. ખેમો–મહાજનની સામે હાથ જોડીને) શેઠસાહેબો, આ ગરીબ સેવકની ઇચ્છા છે કે આનો લાભ તો મને જ આપવામાં આવે. ચાંપસી–એનો અર્થ અમે ન સમજ્યા. ખેમો–મારી પ્રાર્થના છે કે એક વર્ષ સુધી આપણા દેશની માનવ અને પશુજાતિની સેવા કરવાનું કામ મને જ સોંપવામાં આવે. આપ સૌ શેઠસાહેબોને તો દાન-પુણ્ય કરવાના ઘણાય પ્રસંગો મળી જાય છે, પરંતુ મારા જેવા ગામડામાં રાતદિવસ રહેવાવાળા કમભાગ્યને એવા પ્રસંગો ક્યાંથી મળે? એટલા માટે આ કાર્યનો લાભ જો મને આપશો તો હું મારા આત્માને ધન્ય માનવા સાથે આપનો ખૂબ ખૂબ આભારી થઈશ. - ખેમાની સામે બધા ટગર ટગર જોઈ રહ્યા. બધા સ્તબ્ધ થઈ ગયા, આ શું બોલે છે! મેલાં અને ફાટેલાં કપડાં, કંગાળ હાલત, ઘરમાં માણસને બેસવા જેટલીયે જગ્યા નહિ વગેરે વિચારો સૌના મનમાં ઊઠવા લાગ્યા, પછી ] ચાંપસી–(આશ્ચર્યયુક્ત) ખેમચંદશેઠ, ધન્ય છે તમારા પિતાને અને ધન્ય છે તમારી માતાને, અને ધન્ય છે તમારી લક્ષ્મીને ! પવિત્ર ભારતમાતા અત્યારે પણ આવા નમ્રતાના અવતાર, સરળ સાદા દાનવીરોને પોતાના ખોળામાં રમાડી રહી છે એ જોઈને કોને હર્ષ નહિ થાય વારુ? સ્વમાન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004914
Book TitleKhemo Dedrani Veer Bhamashah
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy