________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૬
હતું, જેના લીધે અત્યારથી જ પાણીની તંગી દેખાઈ રહી છે. અત્યારે અગર પાણીનો બંદોબસ્ત નહિ કરવામાં આવે તો જાનવરો મરી જશે, અને ધીરે ધીરે ઇન્સાનોને પણ મોટી તકલીફ ઉઠાવવી પડશે. અનાજ પણ પૂરું પાડ્યું નથી. લોકો હાહાકાર કરી રહ્યા છે. ગમે તેમ, પણ અત્યારે તો હું ચાહું છું કે-પાણી અને અનાજનો બહુ જલદી ઇંતજામ થવો જોઈએ. - સાદુલખાં–(ભાટની તારીફથી બળેલો) હજૂર, નગરશેઠ આ કાર્યને હાથમાં લે તો બહેતર છે.
બાદશાહ–જરા કડકાઈમાં) હું કહી શું રહ્યો છું? એ જ કે ચાંપસી શેઠને સમજાવી એનો જલદી બંદોબસ્ત કરવામાં
આવે.
ચાંપસી–બાદશાહ સલામત, હજૂરના હુકમ પ્રમાણે ઇંતેજામ કરવાને માટે આ નાચીજ બંદો તૈયાર છે.
બાદશાહ–બહુ સારું તો આપ જેમ બને તેમ જલદી ઇંતેજામ કરો. હવે આપ જઈ શકો છો.
(ચાંપસી મહેતા બાદશાહને સલામ કરીને જાય છે. તે પછી સાદુલખાં બાદશાહને અર્જ કરે છે.)
સાદુલખાં આ બંદો સરકારને એક અર્જ કરવા ચાહે છે. બાદશાહ–ખુશીથી કહી શકો છો.
સાદુલખાં– બાદશાહ સલામત, પેલો બંભભાટ બાદશાહ સલામતનો આપેલો ગિરાસ ખાય છે; અને તારીફ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org