SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. જેન બાલગ્રંથાવલિ શ્રેણી ૨૬ ભાઈઓ, આપણે ત્યાંથી ચાર મહિનાનો બંદોબસ્ત થઈ ગયો છે. હજુ આઠ માસનો બંદોબસ્ત કરવો બાકી રહ્યો. અને તે માટે આપણે મોટાં શહેરોમાં ટીપ કરવા બહાર જવું જોઈએ. કહો, કોણ કોણ બહાર જવાને તૈયાર છે? [બધા ચૂપ રહે છે. કોઈ કંઈ બોલતું જ નથી.] પદમશી– કેમ ભાઈઓ, સહુએ ચાલીસ લોગસ્સનો કાઉસગ્ન કર્યો કે મોંમાં મગ ભર્યા છે કે શું ? કેમ કોઈ કંઈ બોલતા નથી? કેમ વીરદાસ કાકા, તમે તો જવાને તૈયાર છો ને ? વીરદાસ–અરે પદમશી, તું શું જાણતો નથી, આજકાલ દુકાન ઉપર કોઈ છે નહિ. બધું કામ મારે જ સંભાળવું પડે છે. આ પેલા કેશવજીશેઠને કેડ બંધાવો ને ! એ જાય તો જરા લોકો ઉપર વજન તો પડે. ધરમશી–(જરા હસીમાં) કેશવજીકાકાનું વજન! કેશવજીકાકાનું વજન જેના ઉપર પડશે, એ પાછો ઊભોય શાનો થશે ? જરા જુઓ તો ખરા? પાંચ મણ ને પાંચ પાંચશેરી? કેશવજી અરે ભાઈ, હું તો એક ઠેકાણે બેસાડી રાખ્યો જ કામનો છું. નહિ તો આવાં કામોમાં હું ઝાલ્યો રહું ખરો! નાણું મળે, પણ ટાણું ક્યાં મળે છે! પણ આ ધરમશી... ધરમશી– હા કાકા હા, મારી જવા માટે ક્યારે ના છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004914
Book TitleKhemo Dedrani Veer Bhamashah
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy