Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 18
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - હાથ દેતાં વાતો કરે છે. ખાવાની બાબતમાં એકબીજાની મશ્કરી કરે છે. ભોજન પછી ખેમો બધાને દુકાન ઉપર બેસાડી થોડા વખત માટે પોતાના પિતા પાસે જાય છે. તે વખતે આ બધા આપસમાં વાતો કરે છે. ] ૧૬ સારંગ મહેતો—અલ્યા ભાઈ. આ વાણિયો દેખાય છે તો ભૂખડી બા૨સ જેવો, અને આટલાં માલપાણી બનાવ્યાં ક્યાંથી ? ઘરમાં તો હાંલ્લાં હડીઓ કાઢતાં હોય એવું દેખાય છે. ચાંપસીભાઈઓ, ગરીબનાં ઘરોમાં ભક્તિ વધારે રહે છે. આપણું આવવું એને મન તો મોટા આનંદનું કા૨ણ થયું છે. [એટલામાં ખેમો દેદરાણી આવે છે.] ખેમો—શેઠસાહેબો, આપ કયા શુભ કાર્ય માટે આ તરફ પધાર્યા છો, તે અગર હ૨કત ન હોય તો કૃપા કરી જણાવશો. ચાંપસી અમે ટીપ કરવા માટે નીકળ્યા છીએ. બાદશાહે એવો હુકમ ફરમાવ્યો છે કે “આ દુકાળમાં આખું વર્ષ તમે પ્રજાનું પાલન કરો. જો તેમ નહિ કરો તો તમારું ‘શાહ’પદ ખેંચી લેવામાં આવશે.” અમે અમારા ગામમાં ટીપ કરી, તેમાં ચાર મહિનાનો બંદોબસ્ત થયો. અમે પાટણ ગયા. ત્યાંના સંઘે બે મહિનાનો બંદોબસ્ત ક૨વાનું સ્વીકાર્યું, અને ધોળકાના મહાજને દશ દિવસ લખાવ્યા. એમ છ મહિના ને દશ દિવસનો બંદોબસ્ત થયો. હજુ ઘણા દિવસો બાકી છે, અને બીજી ત૨ફ બાદશાહે અમને એક મહિનાની મુદત આપી હતી, તેમાંથી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36