Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 20
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-, ખેમ–જોઈને) આપની આજ્ઞા હોય તો આ કાગળો હું મારા પિતાજીને બતાવવા લઈ જાઉ? ચાંપસી– જરૂર લઈ જાઓ. એમાં શી હરકત છે? ખેમો કાગળ લઈને જાય છે. એટલામાં સામેથી ખેમાનો પિતા લાકડીના આધારે ધીરે ધીરે ચાલતા કાંપતાં કાંપતાં આવે છે.] વૃદ્ધ-જુહાર, શેઠસાહેબો જુહાર. બધા– જુહાર, શેઠ જુહાર, (બધામાંથી એક ચાંપસીશેઠ) પધારો શેઠ પધારો. આપે શા માટે તકલીફ લીધી? અમે આપનાં દર્શન કરવા આવવાના જ હતા. વૃદ્ધ-ભાઈઓ, મારે ત્યાં આપનાં ચરણ કયાંથી? ખેમો– પિતાજી, ચાંપાનેરનું આ મહાજન ટીપ કરવા માટે બહાર નીકળેલ છે. બાદશાહે હુકમ કર્યો છે કે આ દુકાળમાં આખું વરસ પ્રજાનું પાલન કરો, અને નહીં તો તમારી શાહી પદવી છોડી દો. આ બધા શેઠિયા પાટણ વગેરે ફરતાં ફરતાં અહીં પધાર્યા છે. છ મહિના ને દસ દિવસનો બંદોબસ્ત થયો છે. આપણા તરફથી પણ તેમાં કંઈ મદદ કરવી જોઈએ. વૃદ્ધ–બેટા ખેમા, તું મને શું પૂછે છે? તું શું નથી જાણતો ? ભાઈ, ધન શું કોઈની સાથે ગયું છે? ધન તો સારાં કામોમાં વાપર્યું જ કામનું છે. અવસર મળે ધનની સાર્થકતા કરી લેવી જોઈએ. આવો અવસર પાછો ક્યારે આવશે? અત્યારે જો તેં કંઈ ન કર્યું તો લક્ષ્મી ચાંલ્લો કરવા આવે અને મોં ધોવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36