________________
૨૮
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૬
અંબાડીમાં છુપાઈ ગયો. ઘાવ ખાલી ગયો. પછી તો કાળો કેર વર્યો. રજપૂતો મરવા મંડ્યા. પહાડ જેવા મોગલોએ રાણાજીને ઘેરી લીધા. રાણાજીને કંઈ થાય તો દેશમાં દીવા ઓલવાઈ જાય. બધાએ તેમને ભાગી છૂટવા સમજાવ્યા, પણ રાણાજી તે ભાગે ? આખરે એક જણાએ એમના માથેથી છત્ર ઝૂંટવી લીધું. બીજાએ ધજા લઈ લીધી. રાણાજીને સૈન્યની બહાર ધકેલી દીધા.
રાણાજી બચ્યા, પણ બધું ખલાસ. એમના વફાદાર માણસો રણમેદાનમાં કામ આવ્યા હતા.
બાદશાહ અકબર કહે, રાણા પ્રતાપને જીવતો ઝાલો. જંગલેજંગલ ને ગામેગામ બાદશાહના સૈનિકો પકડવા નીકળ્યા. પણ વાઘ કંઈ પકડાય ? રાણાજી આ ઠેકાણેથી બીજે ઠેકાણે નાસ્યા કરે. ન મળે ખાવા, ન મળે પીવા! બાળબચ્ચાં આંખ સામે ભૂખે ટળવળે.
ઘણી વખત તો ખાવા બેસે ને સમાચાર મળે કે ઓ શત્રુ આવ્યા. ઓ આવ્યા. અધું ખાધું ન ખાધું ને નાસે. વૃદ્ધ ભામાશા દિલાસો આપે કે સૌ સારાં વાનાં થશે.
દિવસો વીતતા જાય છે. હવે તો રાણા પ્રતાપનાં બાળકોને જાર-બાજરાના રોટલા પણ મળતા નથી. મળે છે તો કાં તો ખાવાનો વખત રહેતો નથી. રાણાજીપોતે ગમે તેટલું દુઃખ સહે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org