Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૬ . . . . . . અકબરના સરદારને હરાવ્યો. આમ ઘણા કિલ્લાઓ લીધા. ઘણાં ઘણાં ગામ કબજે કર્યા. બધો મેવાડનો પ્રદેશ જિતાયો. માત્ર ચિતોડ, અજમેર અને માંડવગઢ એ ત્રણ કિલ્લા અકબરના તાબામાં રહ્યા.
પ્રતાપે ભર્યો મોટો દરબાર. કોઈને જાગીરો આપી તો કોઈને ઇલકાબ આપ્યા. કોઈને પોશાક આપ્યો તો કોઈને પાલખી આપી. બધાનાં યોગ્ય વખાણ કર્યાં. મહારાણાએ ભાષણમાં કહ્યું: ભામાશા જેવો કોઈ નથી. શું એમનો ત્યાગ ! શી એમની ભક્તિ ! મેવાડ તો ભામાશાએ જીતી આપ્યું છે. જગતમાં એમની જોડ નથી. હું એમને “ભાગ્યવિધાયક ને મેવાડના પુનરુદ્ધારકની પદવી આપું છું.
તાળીઓના ગડગડાટ થયા. બધાના મુખમાંથી શબ્દો નીકળ્યાઃ ધન્ય ભામાશા ! ધન્ય ભામાશા ! ધન્ય તમારી દેશભક્તિને !
ધન્ય છે ભામાશાને, ધન મેળવ્યું પ્રમાણ, ધન વાપર્યું પ્રમાણ. સહુ ભામાશા જેવા સ્વદેશભક્ત બનો.
ભામાશા જેવો ત્યાગ શીખો.
વિક્રમ સં. ૧૬૫૬ની માહ સુદ અગિયારશે તેમણે દેહ છોડ્યો. (ઈ. સ.૧૬૦૦ની ૧૬મી જાન્યુઆરી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 32 33 34 35 36