Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ • ૬
રાણાજીએ સિંધના રણને પેલે પાર જવાનો વિચાર કર્યો. ત્યાં જઈશું, પરાક્રમ ફોરવીશું. સિંહ ને શૂરવીરો તો જ્યાં જાય ત્યાં ઘર કરે. સહુ તૈયાર થયા. મેવાડનો પ્રતાપી સૂરજ જાણે આથમવા બેઠો. ત્યાં એકાએક એક વૃદ્ધ સવાર ધસમસતો આવી પહોચ્યો. હતો તો વૃદ્ધ, પણ સાવજની જેમ ઘોડા પરથી ઠેક્યો. જઈને રાણાજીના પગમાં પડ્યો.
રાણાજી કહે : ભામાશા, હવે અમે જઈશું. મેવાડનું ભાગ્ય અમારાથી નહીં બદલાવ.
ભામાશા ગળગળા થઈ ગયા. બોલ્યાઃ મહારાજ, જન્મભૂમિને છોડી દેશો ? રજપૂતાઈને ચંડાવી દેશો ! શુદ્ધ ક્ષત્રિય લોહી શું હવે ચાલ્યું જશે ? શું મેવાડ ગુલામ બનશે ? છૂટકો નથી, ભામાશા ! હવે પાસે એક પૈસો પણ નથી. સૈન્ય ને દારૂગોળો ક્યાંથી લાવવો ?
૩૦
મહારાજ, મારું ધન એ આપનું ધન છે. આ તન, મન ને ધન આપના નામ પર કુરબાન છે. આ દેહની ચામડીના કહો તો જોડા સીવડાવું: પણ મેવાડને અનાથ કરશો નહીં. મારી તિજોરીમાં બાપદાદાઓએ એકઠું કરેલું ઘણું ધન છે. કેટલું છે મંત્રીરાજ ?
પચીસ હજા૨ના સૈન્યને બાર વર્ષ ચાલે તેટલું. મહારાજ, સૈન્ય ભેગું કરો ને દેશને સ્વતંત્ર કરો.
રાણા પ્રતાપ કહે, પ્રજાનું ધન મારાથી ન લેવાય. રાજા તો આપે. લઈ લે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36