Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
વીર ભામાશા
ઘોડા પર બેસી મહારાણા આવ્યા. શરીરે લોઢાનું બખ્તર ને હાથમાં મોટો ભાલો, કેડે લટકે બે તલવારો ને ભેટમાં જમૈયો ને કટા૨. શું તે વખતનો દેખાવ ! કાયરને પણ પાણી ચઢે. બધા બોલી ઊઠ્યાઃ મહારાણા પ્રતાપનો જય ! માતૃભૂમિનો જય !
રાણા પ્રતાપ કહે, સૈનિકો ! આપણે દેશની સ્વતંત્રતા ખાતર લડીએ છીએ. આપણે નથી જોઈતું કોઈનું રાજપાટ કે નથી કરવા કોઈને ગુલામ. ઈશ્વર આપણને બળ આપે.
ડંકો દેવાયો ને લશ્કર ઊપડયું. હલદીઘાટના રણક્ષેત્રમાં બે લશ્કરો થયાં ભેગાં. ભેંકાર યુદ્ધ થયું શરૂ. માણસોની ચિચિયારી ને હથિયારોના ખડખડાટ, લોહીની તો નદીઓ વહે. મુડદાંના થયા ડુંગરા. શું ભયંકર ! જોઈને જ કાળજું ફાટી જાય. ભામાશાએ તો તલવાર ફેરવવા માંડી. જાણે ચમકતી વીજળી. ટપોટપ શત્રુઓ પડવા લાગ્યા. શું એમની શક્તિ ! ભામાશા કહે, મારો એ દુષ્ટોને. ભુલાવી દો એમની ખો. પારકાના રાજ્ય તરફ કદી નજર ન કરે.
શું સહુની બહાદુરી ! શું સહુની દેશદાઝ. રાણા પ્રતાપનો વહાલો ઘોડો ચેતક. ચેતક તો જાણે શક્તિનો અવતાર. રાણાજીએ ચેતકને કુદાવ્યો શાહજાદા સલીમના હાથી પર. કર્યો ઘા ભાલાનો !
ખણણ દિશાઓ ગાજી, પણ શાહજાદો સલીમ લોઢાની
Jain Education International
૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36