Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
વીર ભામાશા
- - - - મંત્રીપદું એમને ત્યાં ચાલ્યું આવેલું. મંત્રીવર ભામાશાના પિતા ભારમલજી રાણા ઉદયસિંહના મંત્રી. રાણા પ્રતાપના અને રાણા અમરસિંહના મંત્રી વીરવર ભામાશા. એમના વંશજોમાં જીવાશાહ ને અક્ષયરાજે પણ મંત્રીપદાં કરેલાં. રાજ્યમાં શી વાત તે ભામાશા ! ન્યાય જોઈતો હોય તો ચાલો ભામાશા પાસે. સલાહ જોઈતી હોય તો ચાલો ભામાશા પાસે
રાણા પ્રતાપ તેમને પૂછી પૂછીને પગલું ભરે. તેમની શક્તિમાં સૌને વિશ્વાસ. એમની દેશભક્તિમાં સહુને વિશ્વાસ. હાકલ પડતાં માથું આપતાં વાર ન કરે. રાજકાજમાં કે ઘરની બાબતમાં ભામાશા કહે તે થાય. સાચી એમની સલાહ ને સાચા એમના બોલ. આવા પુરુષને કોણ ના પૂછે ?
રાણા પ્રતાપને દિલ્હીના બાદશાહ અકબર સાથે વેર ચાલે. અકબર બહુ કળાબાજ, બહુ બળવાન. મોટા રાજાઓને તેણે જીત્યા, પણ પ્રતાપ તાબે ન થાય. અકબરના મનમાં એમ કે પ્રતાપને જીતું તો જ હું ખરો, પણ પ્રતાપ હાથમાં ન આવે.
મેવાડમાં ચિતોડગઢનો કિલ્લો બહુ પ્રખ્યાત. જગમાં એની જોડ ના મળે. રાણા પ્રતાપસિંહના પિતા પાસેથી બાદશાહ અકબરે આ કિલ્લો જીતી લીધેલો. રાણા પ્રતાપ કહે, મારે કિલ્લો પાછો લેવો. ન લેવાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળું, ઘાસની શયામાં સૂઈ રહું. દાઢી કરાવું નહીં ને પાંદરાડાંમાં ભોજન કરું. કેવી આકરી પ્રતિજ્ઞા ! સાધુનાં જેવાં તપ ?
ભામાશા કહે, દેવ જેવો આપણો રાજા, તે સૂઈ રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36