Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 25
________________ ખેમો દેદરાણી સાચી જ છે. ‘શાહ’ જે કામ કરી શકે છે તે બીજું કોણ કરી શકે તેમ છે? હું સમજતો હતો કે આ જમાનામાં તેવાં કામ કરવાવાળા કોઈ નહિ હોય, પરંતુ અત્યારે પણ આ પાક જમીન ઉ૫૨ પરવરદિગારે એવા પવિત્રદિલ પુરુષો પેદા કર્યા છે, કે જેઓ સમય મળતાં લાખો ઇન્સાનોને પણ મદદ કરી શકે છે. બસ, તમારી સચ્ચાઈ પર હું પ્રસન્ન છું અને તેથી એક ગામ, એક હાથી, બે ઘોડા અને બે હજાર રૂપિયા નગદ હું તમને ઇનામમાં આપું છું. (પછી મહાજન સામે જોઈને સિંહાસનથી ઊતરી તેમની પાસે જઈને કહે છે:) ૨૩ મહાજનોનો પણ હું શુક્રિયા અદા કરું છું કે તેમણે મારી રૈયતની પરવરિશ કરવામાં મને ઘણી મદદ કરે છે, જેને હું કદી પણ ભૂલીશ નહિ. હું યકીનપૂર્વક કહું છું કે હું ‘શાહ’ને પૂરી ઇજ્જતની દૃષ્ટિથી જોતો રહીશ. અને મારો વિશ્વાસ થયો છે કે, સચમુચ પહેલો શાહ વાણિયા અને બીજો ‘શાહ’ બાદશાહ છે.’ [વજી૨ની ત૨ફ જોઈને] વજીરજી ! દરબાર બરખાસ્ત કરવામાં આવે. (દરબાર બરખાસ્ત થાય છે. છડીદાર નેકી પોકારે છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36