Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 23
________________ ખેમો દેદરાણી અમારી કોમના આ શેઠે (મેલાં કપડાં પહેરેલા ખેમાશેઠને બતાવતાં) ૩૬૦ દિવસ સુધી પોતાના તરફથી જ પ્રજાનું પાલન કરવાનું મંજૂર કર્યું છે. (આખો દરબાર ખેમાશેઠની સામે જોઈ રહે છે.) બાદશાહ–કેમ શેઠ, કંઈ હાંસીમજાક તો નથી કરતા ને ? ચાંપસી—ખુદાવંદ, આપની ખિદમતમાં શું હાંસીમજાક થઈ શકે ? હું સાચેસાચું કહું છું કે આ શેઠે એક વરસ સુધી પ્રજાનું પાલન કરવાની ઉદારતા બતાવી છે. ૨૧ બાદશાહ–(ખેમાની સામે જોઈને) શેઠ, આપનું નામ શું ? ખેમો—સ૨કા૨, મારું નામ ખેમો દેદરાણી છે. બાદશાહ–કયાં રહો છો ? ખેમો–અન્ધાતા, હું હડાળાનો રહેવાસી છું. બાદશાહ–ત્યારે શું આપ એક વર્ષ સુધી પ્રજાનું પાલન કરશો કે ? ખેમો આપની દયાથી; પિતાજીની આજ્ઞા થઈ છે. બાદશાહ–શું આપના પિતાજી જીવે છે? ખેમો—જી હા, બાદશાહ–કેટલી ઉંમર છે ? ખેમો—નવાણું વર્ષમાં લગભગ અઢી મહિના બાકી છે. બાદશાહ--આપની ઉંમર કેટલી છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36