Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 28
________________ ૨૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ઘાસમાં તો આપણાથી પથારીમાં કેમ સુવાય ? તે જમે પતરાળામાં, તો આપણાથી થાળીમાં કેમ જમાય ! રાજા કરે તે આપણા સુખ માટે, માટે એ કરે તે આપણે કરવું. રાજના કુટુંબીઓ કહે, ભામાશા સાચું કહે છે. તેમની સલાહ પ્રમાણે ચાલો. બધા તે પ્રમાણે વર્તવા લાગ્યા. બાદશાહ અકબર રાણા પ્રતાપને હરાવવાનો લાગ શોધ્યા કરે. તેણે મોકલ્યું મોટું લશ્કર. કેટકેટલા હાથી ને કેટકેટલાં ઊંટ. ઘોડેસવાર ને પાયદળનો તો પાર નહીં. પોતાના પુત્ર સલીમને બનાવ્યો સેનાપતિ ને ઝૂંઝાર જોદ્ધા રાજા માનસિંહને મોકલ્યા સાથે. - મંત્રી ભામાશાને પડી ખબર કે શત્રુનું લશ્કર આવે છે. તરત ચડ્યા ઘોડે ને ગયા રાણાજી પાસે. નમન કરીને કહ્યું: રાણાજી ! ઊભા થાવ. શત્રુઓ આવે છે. લશ્કર લાવે છે. આપણે થાવ તૈયાર. હાથમાં લો હથિયાર. શત્રુનો ક૨ો સંહાર. રાણાજી કહે, ભામાશા ! તમે જાવ. લશ્કર કરો ભેગું. ગામમાં પિટાવો દાંડી કે દેશની જેને દાઝ હોય, જે સાચા મરદ હોય, તે બધા આવે રાજમહેલના ચોગાનમાં. Jain Education International ભામાશાએ ઘોડો મારી મૂક્યો. ધગડ, ધગડ, ધગડ. લોકો તો જોઈને છક્ક થઈ જાય. આ તે ઘરડા કે જુવાન ? ભામાશાને જુએ ને બધાને શૂર ચઢે. ભામાશા ચાલ્યા આગળ. સરદારોને મળ્યા ને પટાવતોને મળ્યા. બધા થયા ભેગા રાજ્યમહેલ પાસે. બાવીસ હજાર માણસ લડવા તૈયાર થયા. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36