Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ ૨૦ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - સ્વધર્મની રક્ષા કાજે—દેશબંધુઓને આફતમાંથી બચાવવા માટે પોતાનું સર્વસ્વ યાહોમ કરી દેવાવાળા, લક્ષ્મીને તૃણસમાન ગણવાવાળા આવા મહાદાનવીરો ભારતમાં આજ પણ મોજૂદ છે. ઓ ભારતમાતા ! હજારો વાર તને નમસ્કાર છે. અને તારાં ચરણોમાં અમે વારંવાર મસ્તક ઝુકાવીએ છીએ. શેઠજી, અમે આપની ઇચ્છાનો સહર્ષ સ્વીકાર કરીએ છીએ. અને આપ જેવા દાનવીર જૈનબંધુ આપણી જાતિમાં વિદ્યમાન છે. એટલા માટે જાતિની દૃષ્ટિએ મોટા ગૌરવની વાત સમજીએ છીએ. હા એક પ્રાર્થના અમારી પણ સ્વીકારો. ખેમો—શી આજ્ઞા છે ? ચાંપસી—આપ બાદશાહના દરબારમાં પધારો. ખેમો—હું આવવાને તૈયાર છું. (સૌ જાય છે.) પ્રવેશ ૫ મો. (સ્થાન–બાદશાહનો દરબારઃ પાત્ર-બાદશાહ, વજીર, મંત્રી, સાદુલખાં, ભાટ, મહાજન, ખેમો દેદરાણી વગેરે) (બાદશાહનો દરબાર ભરાયો છે. મહાજન ભાટ અને ખેમાશેઠને લઈને આવે છે. છડીદાર છડી પોકારે છે.) Jain Education International બાદશાહ–કેમ, ચાંપસીશેઠ શું કર્યું ? ચાંપસી–બાદશાહ સલામત ! આપના હુકમ પ્રમાણે For Private & Personal Use Only · www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36