Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 19
________________ ખેમો દેદરાણી ૧૭ વીસ દિવસ તો આમ ફરવામાં પૂરા થઈ ગયા. હવે દશ દિવસ જ બાકી છે. એટલી મુદતમાં ક્યાં જવું અને બાકીનું ખર્ચ કેવી રીતે ભેગું કરવું, એની ચિંતા થઈ રહી છે. ખેર, શાસનદેવની કૃપાથી બધું સારું થશે. ઠીક તો હવે અમે ઊપડીએ ? તમે તો અમારી ઘણી જ ભક્તિ કરી છે. કોઈ વખત ચાંપાનેર આવવું થાય તો જરૂ૨ અમારે ત્યાં પધારજો. ખેમો—શેઠજી, આજ તો આ ગરીબના ઘરે જ નિવાસ કરો. મારા પિતાજી, કે જેઓ ઘણા વૃદ્ધ છે, તેમણે પણ આપનાં દર્શન હજુ નથી કર્યાં. સારંગ મહેતા-ખેમાશેઠ, તમે અમારી ઘણી ભક્તિ કરી છે, હવે તો અમને રજા મળવી જોઈએ. ખેમો- શેઠ, મારા જેવો ગામડિયો ગરીબ વાણિયો આપની શી ભક્તિ કરી શકે તેમ હતો ? પણ મારી એક પ્રાર્થના છે અને તે એ કે-આપ જે ટીપને માટે બહાર નીકળ્યા છો તેમાં મા૨ી પણ ‘ફૂલ નહિ ને ફૂલની પાંખડી’નો સ્વીકાર કરશો તો હું મારી જાતને ધન્ય માનીશ. તેજોશાહ–( જરા મજાકમાં ) હાં હાં શેઠ, આપવું હોય તે આપો ને. અમારે તો અત્યારે તેલનો છાંટો પણ સવામણ ઘી જેવો છે. [ચાંપસીશેઠ ટીપનું કાગળિયું ગજવામાંથી કાઢી તેમાં સૌથી છેલ્લું ખેમા દેદરાણીનું નામ લખી તે ખેમાના હાથમાં આપે છે.] For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36