Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 9
________________ ખેમો દેદરાણી વાણિયાઓની કરે છે. એનો જવાબ એની પાસેથી જરૂર લેવો જોઈએ. બાદશાહ– ચમકીને) અરે, કોઈ છે હાજર ? સિપાહી–બાદશાહ સલામત બાદશાહ–બોલાવો ભાટને, [સિપાહી જો હુકમ કરી જાય છે. બાદશાહ અને વજીર આપસમાં કિંઈ વાતચીત કરે છે. એટલામાં સિપાહી ભાટને હાજર કરે છે. ભાટ બાદશાહની બિરુદાવલી બોલે છે.] સિંહાસન આસન રહે, સહ ન દુઃખની લાગ; ચંદ્રકલાસે ચૌગુનો, ઉદે રહે નિત ભાગ. વજીર–બારોટજી, આપ બાદશાહ સલામતની તારીફ કરો, એ તો વાજબી છે, પરંતુ સાથે સાથે બક્કાલોની તારીફ કરો છો તેનું શું કારણ? શું બાદશાહ અને શાહ સરખા છે? ભાટ–સરકાર સલામત, ગુનો માફ થાય, પણ અમે ખોટું બોલતા નથી. અમે શાહોની જે તારીફ કરીએ છીએ તે તેમને લાયક જ છે. તે વાણિયાઓના પૂર્વજોએ જે કામો કર્યા છે, તે બીજો કોણ કરી શકે તેમ છે? હજૂર, તેમના પૂર્વજોમાં એક જગડુશાહ થઈ ગયા છે, તેમણે ઘણાં મોટાં મોટાં કામો કર્યા છે. અમારા વહી ચોપડામાં લખ્યું છે કે પનરોતરા (૧૩૧૫)ના દુકાળમાં તેમણે દુનિયાને અન્ન પૂરું પાડીને લાખો જીવોને બચાવ્યા હતા. અન્નદાતા, જતિ-સતી–રંક–રાવઃ દરેકની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36