Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 13
________________ ખેમો દેદરાણી માટે કેટલું કેટલું કર્યું હતું? જરા ઇતિહાસ તપાસો. જ્યારે જ્યારે દેશ ઉપર આફતો આવી છે, ત્યારે ત્યારે આપણા જ પૂર્વજોએ દેશની રક્ષા કરવા કમર કસી છે, રાજા મહારાજાઓને રાજ્ય સ્થાપન કરવામાં આપણા જ પૂર્વજો મદદગાર થયા છે. આપણી સહાનુભૂતિ અને મદદ સિવાય કયો રાજા પોતાની સત્તા શોભાવી શક્યો છે? ભાઈઓ, આપણા પૂર્વજોને પરોપકારનાં કાર્યો સિવાય કોઈ કાર્ય જ કરવું નહોતું સૂઝતું. પદમશી–(ચાંપસીશેઠ તરફ જોઈને) આપનું કહેવું બિલકુલ સત્ય છે, પરંતુ એક વર્ષ સુધી લાખો મનુષ્યોનું પોષણ કરવાની આપણામાં શક્તિ ક્યાં છે? મહિના-પંદર દિવસનું કામ હોય તો વાત જુદી છે. ટોકરશી–બરાબર છે. આમાં તો હજારો નહિ, અને લાખો, નહિ નહિ, બલકે ક્રોડો રૂપિયા જોઈએ. ચાંપસી–ભાઈઓ, હિમ્મત રાખો. ધર્મના પ્રભાવથી બધું સારું જ થશે. બાદશાહે આપણને એક મહિનાની મુદત આપી છે. તે દરમિયાન આપણે જુદાં જુદા ગામોમાં ફરીને ટીપ કરીએ. શરૂઆત આપણા ગામથી કરો. [[મહાજન પોતાના ગામની ટીપ શરૂ કરે છે. એક પછી એક લખાવતા જાય છે. કોઈ એક દિવસ, કોઈ બે, કોઈ ચાર, કોઈ છે, એમ લખાવવા લાગ્યા. બધાએ લખાવી લીધા પછી ] ચાંપસી–ટીપનો કાગળ હાથમાં લઈને) ઠીક છે, જુઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36