Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 9
________________ ય, પૈસાની આ જ તો કમાલ છે ! તું શું એમ માની બેઠો છે કે માણસે પૈસાને એક નંબર આપ્યો છે અને માત્ર સ્ત્રીને જ બીજા નંબર પર ગોઠવી દીધી છે ? ના, માણસે પોતાના પિતાને, ભાઈને, પુત્રને યાવત્ સજ્જનને, સંતને અને પરમાત્માને ય પૈસા પછીના નંબર પર ગોઠવી દીધા છે! પૈસા ખાતર બધું ય જતું કરવા તૈયાર અને પૈસા ખાતર બધાયને જતાં કરવા તૈયાર, આ જ તો માણસની વિચારશૈલી અને જીવનશૈલી બની ગયેલ છે. શું કહું તને? પૈસા ખાતર માણસે આજે પોતના સ્વાથ્યની ય ઉપેક્ષા કરવાનું શરૂ કર્યું છે. સાચી ઊંઘ, સાચી ભૂખ અને સાચી શાંતિ, તંદુરસ્તી માટે અતિ મહત્ત્વની ગણાતી આ ‘ત્રિપુટી'ને હાથવગી રાખવાની બાબતમાં માણસે આજે રીતસરનાં આંખમીંચામણાં શરૂ કરી દીધા છે. આનાં દુષ્પરિણામો સર્વત્ર જોવામાં આવી રહ્યા છે. બ્લડપ્રેશર, ડાયાબિટીશ, હૃદયરોગ અને તનાવ. આ ચાર રોગોએ જાણે કે માણસના શરીર પર ડેરા-તંબૂ નાખી દીધા છે અને છતાં માણસ આના પરથી કોઈ બોધપાઠ લઈને પોતાના જીવનની કોઈ વ્યવસ્થા બદલવા તૈયાર નથી. એક અતિ ગંભીર વાત તને જણાવું? પૈસાથી જિંદગીના બધા જ પ્રશ્નો ઉકલી જાય છે એ માન્યતા સાથે પૈસા પાછળ જે માણસ જીવનભર દોડતો રહે છે એ માણસની જિંદગી ખુદ એક પ્રશ્ન બની રહે છે. આનો અર્થ ? આ જ કે એની જિંદગીના વ્યવહારો તમામ માટે પ્રશ્નાર્થરૂપ બની રહે છે. પુત્ર તરીકેનો એનો તોછડો વ્યવહાર એના પિતા માટે પ્રશ્નરૂપ બની રહે છે. *જેને સુસંસ્કારો આપ્યા એ દીકરો આવો પાક્યો ?” પતિ તરીકેનો એનો કર્કશ વ્યવહાર એની પત્ની માટે પ્રશ્નરૂપ બની રહે છે. ‘જેને મારા જીવનમાં મેં ‘સર્વસ્વ'નું સ્થાન આપ્યું એ આવી તુચ્છતાના શિકાર બની ગયા ?' પિતા તરીકેનો એનો ઉપેક્ષિત વ્યવહાર એના પુત્ર માટે સમસ્યારૂપ બની રહે છે. મારા પપ્પા અને એમનું આ હદનું ઠંડું વલણ ?' જય. હૃદયની લાગણીની સ્મશાનયાત્રા કાઢીને જ રહે એવી અર્થની લાલસાનો શિકાર જે પણ બન્યો એનો પરલોક તો બિહામણો બની જ ગયો પણ એનો આલોક પણ ત્રાસદાયક અને સંક્લેશકારક બની ગયો ! સાવધાન !

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51