Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 7
________________ જય, કંચન અને કામિનીના સંદર્ભમાં, અર્થ અને વિષયોના સંદર્ભમાં એક અતિ મહત્ત્વની વાત તું ખાસ સમજી રાખજે કે કંચનનું સુખ મનકેન્દ્રિત છે જ્યારે કામિનીનું સુખ શરીર કેન્દ્રિત છે. અર્થ મનને બહેલાવતું રહે છે જ્યારે વિષયો શરીરને બહેલાવતા રહે છે. અને શરીર-મનના સ્વભાવને સ્પષ્ટ સમજી લઈએ તો વિષયોના ભોગવટાથી શરીર થાકે છે, કંટાળે છે, અકળાય છે પણ સંપત્તિના સંગ્રહથી મન થાકતું ય નથી, કંટાળતું ય નથી અને અકળાતું પણ નથી. શું કહું તને ? વિષયસેવન બાદ શરીર તુર્ત વિષયસેવન માટે પ્રવૃત્ત થઈ શકતું નથી પરંતુ સંપત્તિના અર્જુનની પછીની જ પળે જો સંપત્તિ અર્જનની નવી તક ઊભી થયાનો મનને ખ્યાલ આવે છે તો મન એ માટે તુર્ત જ તૈયાર થઈ જાય છે. આનો અર્થ ? આ જ કે સુખના જે પણ ક્ષેત્રમાં શરીર થાકે છે ત્યાં ૧૩ ક્યાંક અને ક્યારેક તો પૂર્ણવિરામ મૂકવાની સ્થિતિ આવે જ છે અને માણસ પૂર્ણવિરામ મૂકી પણ દે છે પરંતુ સુખના જે ક્ષેત્રમાં કેન્દ્રસ્થાને મન હોય છે એ ક્ષેત્રમાં મન ક્યાંય અને ક્યારેય અટકવા તૈયાર થતું નથી. હું તને જ પૂછું છું, સ્ત્રી સંબંધી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ ચૂકેલા સેંકડો વિરલાઓ તેં જીવનમાં જોયા હશે, પૈસા સંબંધી બ્રહ્મચર્ય અંગીકાર કરી ચૂકેલા ગણ્યા-ગાંઠ્યા વિરલાઓ પણ તેં તારા જીવનમાં જોયા છે ખરા ? ‘ના’ આ જ તારો જવાબ હશે. આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે વાસનાની ચુંગાલમાંથી શરીરને મુક્ત કરી દેવાનું ઓછું કઠિન છે પરંતુ અર્થની લાલસામાંથી મનને મુક્ત કરી દેવાનું તો અતિ અતિ કઠિન છે. સાંભળ્યો છે આ ટુચકો ? ‘લાંબી જિંદગી જીવવાનો કોઈ ઉપાય છે ?’ એક યુવકે એક અનુભવી પ્રૌઢ પુરુષને પૂછ્યું, ‘લગ્ન કરી લે’ ‘લાંબી જિંદગીને અને લગ્નને કોઈ સંબંધ છે ?' ‘હા. લગ્ન કરી લીધા પછી લાંબી જિંદગી જીવવાના કોઈ ઓરતા જ રહેતા નથી.’ એ અનુભવી પ્રૌઢે જવાબ આપી દીધો. ૧૪

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51