________________
મહારાજ સાહેબ, આપનો પત્ર મળ્યો અને વાંચ્યો તો ખરો પણ મારા અન્ય બે-ત્રણ મિત્રોને વંચાવ્યો પણ ખરો. સહુનાં મનમાં એક શંકા હજી ઊભી છે કે પત્નીના અભાવમાં જીવનને પ્રસન્નતાથી પસાર કરી દેવામાં કોઈ જ તકલીફ પડતી નથી પણ સંપત્તિના અભાવમાં તો સંસારી માણસને એક દિવસ તો શું, એક કલાક પણ, પ્રસન્નતાથી તો શું, સ્વસ્થતાથી પણ પસાર કરવો મુશ્કેલ બની રહે છે. આપ સાધુ બની ગયા છો અને એટલે આપનું જીવન પૈસાના અભાવમાં ય મજેથી પસાર થઈ જાય પણ અમારું શું?
તો હશે જ ને? એમાં એકાદ યુવક તો તેં એવો જોયો જ હશે કે જેનું મન એની પત્નીના પ્રભાવ હેઠળ આવી ચૂક્યું હશે. તું શું એ માની શકે છે ખરો કે પત્નીના પ્રભાવ હેઠળ જીવન જીવતા એ યુવકનું મન પ્રસન્નતાથી તરબતર રહેતું હશે ? હરગિજ નહીં. પત્નીના અભાવમાં પ્રસન્નતા હજી ટકાવી શકાય પણ પત્નીના પ્રભાવ હેઠળ તો પ્રસન્નતાની સ્મશાનયાત્રા નીકળીને જ રહે. સાંભળ્યું છે તે આ કરુણ છતાં રમૂજી દેખાત્ત? હૉસ્પિટલમાં દાખલ થયેલા પતિને ઑપરેશન દરમ્યાન લોહી આપવું પડે એવી સંભાવના ઊભી થઈ જતાં એના ગ્રુપનું લોહી હાજર રાખવાના પ્રયાસો શરૂ થયા. એમાં ધારી સફળતા ન મળતાં ડૉક્ટરને પતિએ વિનંતિ કરી. મારી પત્નીનું લોહી તપાસી જુઓ. ચોક્કસ મારા ગ્રુપનું લોહી મળી જ જશે. ડૉક્ટરને આશા તો નહોતી છતાં લોહી આપવા પત્નીને સંમત કરીને એનું લોહી લીધું. લૅબોરેટરીમાં લોહી તપાસવા મોકલ્યું. રિપોર્ટ જે આવ્યો એ આશ્ચર્યકારી હતો. પતિના ગ્રુપ સાથે પત્નીના લોહીનું ગ્રુપ મળી જતું હતું. ડૉક્ટરે પતિને આ સમાચાર આપ્યા. પતિએ ડૉક્ટરને હસતાં હસતાં કહી દીધું. ‘ડૉક્ટર સાહેબ ! લગ્નજીવનનાં ૨૫ વરસ દરમ્યાન જે પત્નીએ મારું લોહી પીતા રહેવાનું જ કામ કર્યું છે એ પત્નીના લોહીનું ગ્રુપ મારા લોહીના ગ્રુપ જેવું ન નીકળ્યું હોત તો જ મને આશ્ચર્ય થાત !'
સંમત છું તારી આ વાત સાથે કે પૈસાના અભાવમાં તારું અર્થાત્ સંસારી માણસનું જીવન ન જ ચાલી શકે પણ એક વાત તારા દિલની દીવાલ પર તું કોતરી રાખજે કે પૈસાનો અભાવ જેમ સંસારી જીવન માટે ત્રાસદાયક છે તેમ પૈસાનો પ્રભાવ પણ સંસારી જીવન માટે ખતરનાક જ છે. મને ખ્યાલ છે કે તું હજી કુંવારો જ છે. પણ તારી આસપાસ રહેલા પરણેલા યુવાનો તારા પરિચયમાં
૨0