________________
યાદ રાખજે તું આ વાત કે પૈસાનો અભાવ માણસને દુઃખી કરે છે
પરંતુ
જય, પત્નીના પ્રભાવથી જે ઘહાકાર સર્જાય છે એ હાહાકારને તું જો. બિંદુની ઉપમા આપે તો સંપત્તિના પ્રભાવથી સર્જાતા હાહાકારને તો તારે સિંધુની ઉપમા જ આપવી પડે. કારણ કે એ હાહાકારમાં માત્ર સંબંધોમાં જ કડાકો નથી બોલાતો, સદ્દગુણો, સંસ્કારો, સદ્દબુદ્ધિ અને સમાધિ, એ તમામ ક્ષેત્રે કલ્પનાતીત હોનારતો સર્જાઈને જ રહે છે. શું કહું તને ? પત્ની તરફથી કડવા અનુભવો જો સતત થતાં જ રહે છે તો એનાથી ત્રાસી જઈને માણસ પત્ની સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દે છે. એટલે કે પત્ની સાથે છૂટાછેડા લઈ લે છે પણ પૈસાના ગમે તેટલા કટુ અનુભવો પછી ય માણસ એની સાથે છૂટાછેડા લેવા તૈયાર થતો જ નથી. કોર્ટમાં પત્ની સાથે છૂટાછેડા લેવાના સંખ્યાબંધ કેસો આવી ગયાનું તેં સાંભળ્યું હશે પણ પૈસા સાથે છૂટાછેડા લેવાનો કેસ કોઈએ કોર્ટમાં દાખલ કર્યો હોય એવો એક કિસ્સો પણ તારા જાણમાં આવ્યો છે ખરો? ના. કારણ ? એક જ. પૈસાનો મન પર જબરદસ્ત પ્રભાવ !
પૈસાનો પ્રભાવ તો માણસને પાપી યાવત ક્રૂર બનાવી દે છે. પૈસાનો અભાવ માણસને જીવનભર અગવડોમાં રાખે છે પરંતુ પૈસાનો પ્રભાવ તો માણસને મોજશોખમાં-ભોગવિલાસમાં ગળાબૂડ રાખીને શેતાન બનાવી દે છે. સંસારી માણસ માટે પૈસાની જરૂરિયાત અંગે તો કોઈ જ પ્રશ્ન નથી, જે પણ પ્રશ્ન છે એ પૈસા જીવનમાં સાધ્યસ્થાને ગોઠવાઈ જાય છે એનો છે.
પુલ પસાર થઈ જવા માટે તો બરાબર છે પણ કોઈ માણસ પુલ પર ઘર બનાવી બેસે છે ત્યારે ભારે સમસ્યા સર્જાય છે. પૈસો જીવનમાં ઉપયોગિતાનાં સ્થાને ગોઠવાય છે ત્યાં સુધી તો બહુ વાંધો નથી આવતો પરંતુ એ જ પૈસો જીવનમાં જ્યારે સાધ્યસ્થાને ગોઠવાઈ જાય છે ત્યારે તો મન-જીવન અને ઘર, ત્રણેય ક્ષેત્રે દયનીય વિસંવાદ સર્જાઈને જ રહે છે.
૨૧