________________
તોડવામાં ખૂબ ખૂબ ઉપકારક બની રહ્યો છે. વિનંતિ કરું છું આપને કે આ વિષય પર હજી થોડોક વધુ પ્રકાશ આપ પાથરતા જ રહો.
મહારાજ સાહેબ, ગત પત્રમાં આપે ગજબનાક વાત કરી દીધી ! કોર્ટમાં પૈસા સાથે છૂટાછેડા લેવાનો કેસ એક પણ આવ્યો છે ખરો? ના. પત્ની સાથે ઝઘડો થઈ જાય છે, માણસ, કોર્ટમાં જઈને એની સાથે છૂટાછેડા લઈ લેવાનો કેસ દાખલ કરી દે છે, એ કેસમાં હજારો-લાખો રૂપિયા વેરી દેવા પડે તો એ માટે એ તૈયાર રહે છે. અરે, ભરણ-પોષણ પેટે જીવનભર માટે દર મહિને કેટલીક રકમ આપવાનો કોર્ટ ઑર્ડર કરે છે તો એ માટે ય એ સંમત થઈ જાય છે પરંતુ પત્ની સાથે છૂટાછેડા તો મેળવીને જ રહે છે.
પરંતુ
તું ટૂંક સમયમાં જ લગ્નજીવનમાં ગોઠવાઈ જવાનો છે ને? જવાબ આપ. તું પત્ની તરીકે ‘કન્યા' કેવી પસંદ કરવાનો? રૂપાળી કે સંસ્કારી ? શ્રીમંત કે કુલીન? ૨ખડેલ કે ખાનદાન? તારો જવાબ સ્પષ્ટ જ હશે કે જે કન્યા સંસ્કારી, કુલીન અને ખાનદાન હશે એને જ હું મારા જીવનમાં ‘પત્ની' તરીકેનું સ્થાન આપીશ પણ તને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દઉં કે પૈસાની પસંદગીમાં માણસ આવી કોઈ જ ચકાસણી કરવા તૈયાર નથી. પૈસા જેવા પણ હોય, જે પણ રસ્તે મળતા હોય, જેની પણ પાસેથી મળતા હોય, માણસ એ પૈસા મેળવી લેવા અને રાખી લેવા તૈયાર છે. મડદું દેખાઈ જાય છે અને સમડી આકાશની ઊંચાઈ છોડી દેવા તૈયાર થઈ જાય છે. પૈસા મળવાની સંભાવના દેખાય છે અને માણસ પોતાની ખાનદાનીને છોડી દેવા તૈયાર થઈ જાય છે. કુલટા સ્ત્રીને જીવનમાં ‘પત્નીનું સ્થાન નથી આપવું પણ પૈસો ભલે લોહીનો હોય કે નિઃસાસાનો હોય, એનાથી શ્રીમંત બનવા માણસ તૈયાર છે !રે કરુણતા !
પૈસા ખાતર સગા બાપ સાથે ઝઘડો થઈ જાય છે તો ય, સગા દીકરા સાથે કલેશ થઈ જાય છે તો ય, અરે, પોતાના પર ખૂની હુમલો થઈ જાય છે તો ય, માણસ પૈસા સાથે છૂટાછેડા લેવા તૈયાર થઈ જતો નથી, પૈસા સાથે છેડો ફાડી નાખવા તૈયાર થતો નથી. આ વાત લખીને આપે સાચે જ મને સ્તબ્ધ કરી દીધો છે. ‘પત્ની અને પૈસા. આ બેમાં પ્રાધાન્ય કોનું?' આ જિજ્ઞાસા સાથે આપની સાથે શરૂ કરેલ પત્રવ્યવહાર મારા મનની કેટલીક ભ્રમણાઓ
૨૪