________________
જય,
તારો પત્ર વાંચ્યો.
પત્રમાં તે જે કાંઈ લખ્યું છે
એ એટલું જ સૂચવે છે કે તારા મનમાં
અત્યારે પૈસા અને પત્ની,
આ બેના વિચારો જ ચાલી રહ્યા છે. અને
એમાંય ‘રૂપાળી પત્ની’ની તેં લખેલ વાત
તારી ૨૫ વરસની ભર યુવાનવયને જ આભારી છે
એમાં કોઈ જ શંકા નથી.
આના સંદર્ભમાં તને એક વાત જણાવું?
પત્ની તને ગોરી મળશે કે કાળી,
એના પ્રત્યેના આકર્ષણને વિકર્ષણમાં ફેરવાઈ જતાં બહુ વાર નહીં લાગે.
કારણ કે વયના કારણે જ વિજાતીય સહવાસનું
મનમાં ઊભું થતું આકર્ષણ,
વય વધતા જ ઓસરવા લાગે છે.
અને ‘વય’ની દુ:ખદ વાસ્તવિકતા એ છે કે
વય બંનેની વધતી હોય છે.
પુરુષની વધતી જતી વય
એના પુરુષાતનમાં કડાકો બોલાવતી રહે છે તો
સ્ત્રીની વધતી જતી વય
એના રૂપમાં કડાકો બોલાવતી રહે છે.
જે પુરુષાતનના કારણે સ્ત્રી, પુરુષ તરફ આકર્ષાઈ હોય છે
એ પુરુષાતનમાં કડાકો બોલાઈ ગયાના અનુભવ પછી ય સ્ત્રીનું પુરુષ પ્રત્યેનું આકર્ષણ એવું ને એવું જ અકબંધ જળવાઈ રહે એવી જેમ કોઈ જ શક્યતા નથી તેમ જે રૂપના કારણે પુરુષ, સ્ત્રી તરફ ખેંચાયો હોય છે
૫૧
૨૬
એ રૂપ કપૂરની જેમ ઓગળી રહ્યાના અનુભવ પછી ય પુરુષનું સ્ત્રી પ્રત્યેનું ખેંચાણ એવું ને એવું જ અકબંધ ઊભું રહે એ શક્યતા ય નહિવત્ છે.
સાંભળ્યું છે તે આ દૃષ્ટાંત ? પ્રેમલગ્ન કરી ચૂકેલા
પતિ-પત્ની લગ્નજીવનનાં ૨૫ મા વરસની
પૂર્ણાહુતિ પર બગીચામાં ફરવા ગયા.
બંને જણા એક બાંકડા પર બેઠા.
પત્નીએ પતિને પૂછ્યું,
‘બરાબર ૨૫ વરસ પહેલાંના આ જ દિવસે
મારા પપ્પા આપણને બંનેને અહીં બેઠેલા જોઈ ગયેલા
અને એ વખતે એમણે તમને એક બાજુ બોલાવીને કંઈક કહ્યું હતું. આજ સુધી તમે મને એ જણાવ્યું નથી કે મારા પપ્પાએ તમને કહ્યું શું હતું?
આજે તો તમારે એ વાત મને જણાવવી જ પડશે.'
*જો, તારા પપ્પા પોલીસ ઇન્સ્પેક્ટર હતા. એમણે મને ધમકી આપેલી કે જો હું તારી સાથે લગ્ન નહીં કરું તો એ મને ૨૫ વરસની જેલની સજા કરી દેશે’ પતિએ આ જવાબ આપી તો દીધો પણ એ જ વખતે એની આંખમાં આંસુ આવી ગયા. ‘પણ તમે અત્યારે રડો છો કેમ ?’ પત્નીએ પૂછ્યું ‘એમ થાય છે કે એ વખતે ૨૫ વરસની જેલની સજા સ્વીકારી લીધી હોત તો કમ સે કમ આજે તો હું
આઝાદ થઈ ગયો હોત ને ?’ પતિએ રૂમાલથી આંસુ
લૂંછતા જવાબ આપી દીધો.
જય, આ દૃષ્ટાન્ત પર હું કોઈ જ ટીકાટિપ્પણ કરવા નથી
માંગતો કારણ કે તારી બુદ્ધિ કેવી ધારદાર છે એની મને ખબર છે.
પર