Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 28
________________ જય, મનમાં જાગતી વાસનાને શાંત કરી દેવા તું એને વિજાતીય શરીર આપતો જ રહે એ માર્ગ ભોગનો છે અને ભોગને માટે એમ કહેવાય છે કે નદીઓથી જો સાગર ધરાઈ જાય, લાકડાંઓથી જો અગ્નિ શાંત થઈ જાય તો ભોગના માર્ગે વાસના શાંત થઈ જાય. અલબત્ત, ભોગના માર્ગે તાત્કાલિક વાસના શાંત થઈ ગયાનું ભલે અનુભવાય પણ એ તૃપ્તિ કઈ પળે અતૃપ્તિમાં રૂપાંતરિત થઈ જાય એ કાંઈ કહેવાય નહીં. તેં પૂર્વપત્રમાં આ જ પુછાવ્યું છે ને કે ‘શું સંસારી દરેક વ્યક્તિની ભોગવાસના અમુક વયે શાંત થઈ જ જાય ?’ તારા એ પ્રશ્નનો આ જવાબ છે. પશુસુલભવૃત્તિનું જ જેનું મન શિકાર બન્યું રહે એનું મન બુઢાપામાં ય વાસનાતૃપ્તિ માટે ટળવળતું રહે અને જેનું મન પશુસુલભવૃત્તિથી ઉપર ઊઠી જાય એનું મન યુવાનવયમાં ય વાસનાના આવેગથી મુક્ત થતું જાય. ૫૫ ૨૮ વાસનાના સંદર્ભમાં એક વાત તું ખાસ સમજી રાખજે કે વાસના એ શરીરની માંગ નથી પણ મનની માંગ છે કે જે શરીર દ્વારા શાંત થાય છે. આનો અર્થ ? આ જ કે શરીરના માધ્યમે એક વાર વાસના શાંત કરી દીધા પછી ય નક્કી નથી કે હવે મન ફરી ક્યારેય વાસનાનું શિકાર નહીં જ બને. ના. માત્ર સમય જશે અને મન પુનઃ વાસનાનું શિકાર બનીને એનું ભક્ષ્મ માગવા લાગશે ! અન્ય રૂપાળું વિજાતીય શરીર નીરખવા મળશે અને મનમાં વાસનાની આગ ભભૂકી ઊઠશે. બસ, આ સંદર્ભમાં જ કહેવાયું છે કે આઇસક્રીમ માટે રડી રહેલા શરદીના શિકાર બનેલા બાબાને આઇસક્રીમ આપી દેવામાં આખરે તો એનું શરીર સ્વાસ્થ્ય કથળવાનું જ છે તેમ વાસનાને શાંત કરી દેવા એને સતત એનું ભક્ષ્ય આપતા રહેવામાં આખરે તો આત્માનું હિત જોખમાવાનું જ છે. એટલું જ કહીશ તને કે લગ્નજીવનમાં પ્રવેશ કરવાનો તું નિર્ણય કરે એ પહેલાં વાસનાના ક્ષેત્રની આ વાસ્તવિકતાને બરાબર સમજી લેજે. ભોગમાં જો સંયમ નહીં હોય તો તું બુઢાપામાં ય વાસનાનો ત્રાસ અનુભવતો રહીશ અને સંયમ હશે તો યુવાનવયમાં ય વાસનાથી ઉપર ઊઠી જઈશ. ૫

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51