________________
આંગી.
તારો પત્ર વાંચતા મારી આંખો પણ સજળ બની ગઈ.
સાચું કહું તો મેં કલ્પના ય નહોતી કરી કે
જય અને મારા વચ્ચે ચાલી રહેલ પત્રવ્યવહાર
તું ય વાંચતી હોઈશ અને પત્રવ્યવહારમાંના મુદ્દાઓ પર
તું અને જય સાથે બેસીને ચર્ચાવિચારણા કરતા હશો !
આ તો તારો પત્ર આવ્યો ત્યારે મને એની જાણ થઈ !
ચાલો સારું થયું,
પત્રવ્યવહારના માધ્યમે તમને બંનેને સરસ અને સમ્યક્ માર્ગદર્શન તો મળી ગયું !
બાકી આંગી,
એક વાત તને કર્યા વિના રહી શકતો નથી કે
આજના યુગની તાસીર આંખ સામે રાખજે કે
આ યુગ યુવા સ્ત્રી-શરીરને
શેરડીના સાંઠાથી જરાય વિશેષ માનતો નથી.
શેરડીના સાંઠાના થઈ રહેલ વખાણ
આખરે તો શેરડીના સાંઠાને જેમ કૂચામાં જ ફેરવી નાખતા હોય છે તેમ
તારા જેવી સંખ્યાબંધ આંગીઓના રૂપના થઈ રહેલ વખાણ
એ રૂપને ચૂંથી નાખીને જ રહેતા હોય છે.
તારી આંખ સામે જ છે ને સંસારનો આખો ય બજાર !
ક્યાંય તને લાગે છે ખરું કે સ્ત્રીના
‘માતા’ના સ્વરૂપને, ‘ભગિની'ના સ્વરૂપને,
‘પુત્રી’ના સ્વરૂપને કે ‘સુશીલ પત્ની’ના સ્વરૂપને
પ્રગટ કરવામાં બજારને રસ છે ?
ના, બજારને એક જ રસ છે
સ્ત્રીના ‘ભોગ્યા’ના સ્વરૂપને જ પ્રગટ કરતા રહેવામાં !
૯૩
४७
અને સ્ત્રી પોતે
એ રીતે પ્રગટ થઈ જવા તૈયાર છે. ‘મૉડલ’ બનવા મળતું હોય, ‘અભિનેત્રી’ બનવા મળતું હોય,
‘વિશ્વસુંદરી’ બનવા મળતું હોય, અરે,
પૈસા ચિક્કાર મળતા હોય તો
ઊભી બજારે ‘શેરડીનો સાંઠો' બની જવા એ તૈયાર છે.
નથી એ પોતાનાં મા-બાપની શરમ રાખવા તૈયાર કે
નથી એ પોતાના કુળની પરંપરાને આંખ સામે રાખવા તૈયાર !
આંગી,
મારી તને એક જ સલાહ છે.
પરિવાર તારો જો
આર્થિક સંકડામણ ન અનુભવતો હોય અને
‘સફળ સ્ત્રી’ બની જવાના ધખારા
તારા મનમાં ન રમતા હોય તો
‘જૉબ’ને વહેલામાં વહેલી તકે રામ રામ કરી દે. અલબત્ત,
એ માટે મન સાથે સંઘર્ષ તારે જોરદાર કરવો પડશે,
કદાચ તારી બહેનપણીઓને તારે
નારાજ પણ કરવી પડશે
પણ દૃઢ નિર્ણય કરીને તું જો એકવાર ‘જૉબ’ ને
છોડી દેવાનું સત્ત્વ કેળવી લઈશ
તો ખાતરી સાથે તને કહું છું કે ભાવિમાં
તું પવિત્ર એવું સંયમજીવન પામીને કદાચ સાધ્વી
નહીં પણ બની શકે તો ય સુશીલ પત્ની,
વાત્સલ્યમયી માતા અને ઉત્તમ સુશ્રાવિકા તો બની જ રહીશ !
૯૪