Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 44
________________ મહારાજ સાહેબ, આપની વાત સાચી છે. સંપત્તિ વિપુલ થયા બાદ સંબંધોમાં વફાદારી જાળવી રાખવી ખૂબ મુશ્કેલ છે અને એમાં ય આજના ‘નૈતિકતા'ને ચૌદમી સદીની દેન માનનારા જમાનામાં તો અતિ મુશ્કેલ છે. આપને મારા મનની એક વેદના જણાવું? મારી બહેન પણ એક કંપનીમાં નોકરી કરી રહી છે. એનાં સંસ્કારો ખૂબ સારા છે, વાણીનું માધુર્ય પણ એની પાસે ગજબનું છે પણ રૂપ એનું ભલભલાને મોહી લે તેવું છે. અને આ રૂપ જ અત્યારે એનું દુશ્મન બની રહ્યું છે. જે કંપનીમાં એ કામ કરી રહી છે એ કંપનીમાં કામ કરી રહેલા અન્ય યુવકોની હવસખોર નજરથી એ વાજ આવી ગઈ છે. આમેય મોટી કંપનીઓમાં કામ કરતી યુવતીઓને વસ્ત્રો એવા જ પહેરવા પડતા હોય છે કે સહુની નજર એમના પર ચોટેલી જ રહે. મારી બહેન પાસે એક બાજુ આકર્ષકરૂપ છે તો બીજી બાજુ વાણીનું મસ્ત માધુર્ય છે. એમાં એના શરીરને શોભાવતાં વસ્ત્રો આકર્ષક હોય છે. આ સ્થિતિમાં એ હવસખોર નજરથી જાતને બચાવી શકે એ વાતમાં કોઈ માલ જ નથી. ઇચ્છું છું હું કે આપ આ સ્થિતિ પર કંઈક પ્રકાશ પાડો. જય, કંપનીઓમાં ‘જૉબ' કરી રહેલ યુવતીઓ હવસખોર નજરની કેવી શિકાર બની રહી છે એ હકીકત તો જગજાહેર છે. એટલે એ અંગે તો હું હમણાં તને કશું જ લખવા માંગતો નથી પણ મારે એક અલગ જ હકીક્ત પર તારું ધ્યાન દોરવું છે જેની વાત હું તને અત્રે લખી રહ્યો છું. પૈસા કમાવાની જવાબદારી જો પુરુષની છે તો પરિવાર સાચવવાની જવાબદારી સ્ત્રીની છે. બુદ્ધિના માધ્યમે ઘરાકોને એક તાંતણે બાંધી રાખવાનું કામ જો પુરુષે કરવાનું છે તો હૃદયના માધ્યમે પરિવારના સભ્યોને એક તાંતણે જોડી રાખવાનું કામ સ્ત્રીએ કરવાનું છે. બજારની સમસ્યાઓ સંઘર્ષો કરીને પણ જો પુરુષે હલ કરવાની છે તો ઘરની સમસ્યાઓ સમાધાનો કરતા રહીને સ્ત્રીએ હલ કરવાની છે. આજે ‘જોંબ' કરી રહેલ યુવતી, આવતી કાલે કો'કની પત્ની બન્યા પછી પણ ‘જૉબ કર્યા વિના રહી શકશે એ સંભાવના ઓછી છે. અને સાંભળવા મુજબ તો આજે યુવતી લગ્ન કરતા પહેલાં જ શરત મૂકી રહી છે કે લગ્ન પછી ય હું ‘જોંબ' તો ચાલુ જ રાખીશ અને યુવતીની આ શરત એનો થનારો પતિ મજેથી સ્વીકારી રહ્યો છે !] પત્ની બનેલી યુવતી, માતા બન્યા પછી ‘જબ” છોડી જ દેશે એ પણ કહેવું મુશ્કેલ છે. જો પત્ની અને માતા બન્યા પછી પણ યુવતીએ પરિવાર ન જ સાચવવાનો હોય, સાસુ-સસરાની સેવા-ભક્તિ ન જ કરવાની હોય, સુસંસ્કારોનું આધાન કરવા બાળકોને સમય ન જ આપવાનો હોય, હૃદયનો પ્રેમ રેડીને જો રસોઈ ન જ બનાવવાની હોય, પ્રકૃતિદત્ત લાગણીના માધ્યમે જો સહુનો પ્રેમ ન જ જીતવાનો હોય તો પછી હું નથી માનતો કે ઈટ-ચૂનાના બનેલા મકાનને ઘર’નું ગૌરવ આપવામાં એ યુવતીને સફળતા મળે !

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51