Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 34
________________ જય, કુસંસ્કારોનું જોર તો મારા આત્મા પર પણ છે અને નિમિત્તોની અસર તો મને ય થઈ રહી છે અને એટલે જ પવિત્રતાને માટે જોખમી બની રહે એવા વિચારોનું શિકાર મારું મન પણ બન્યું હોય અને કવચિત્ આજે ય બની રહ્યું હોય તો એની કબૂલાત કરતાં મને કોઈ જ હિચકિચાટ નથી. આનંદ મને એ વાતનો છે કે એવા વિચારોનું કોઈ જ લાંબુ આયુષ્ય હોતું નથી. કારણ ? એવા તુચ્છ વિચારોને હરાવી દેવાનું પ્રચંડ સામર્થ્ય ધરાવતા સંખ્યાબંધ શુભ પરિબળો અને શુભ યોગો આજે મારા હાથમાં છે. મારી પાસે સંયમનું જીવન છે. પરમાત્માનાં વચનો છે. સંસારના સ્વરૂપની સમજણ છે. ઇન્દ્રિયોના વિષયોની વિરસતા અને નિરસતા મારા ખ્યાલમાં છે અને સૌથી વધુ મહત્ત્વની વાત તો એ છે કે મને પરમાત્મા, ગુરુદેવ, સંયમજીવન અને પરમાત્માના શાસન પ્રત્યે બેહદ પ્યાર છે. પ્યારના આ મહાસાગરમાં પેલા હલકા વિચારો ઘાસના તણખલાની જેમ એટલા બધા ઝડપથી વહી જાય છે કે મને એનાં અસ્તિત્વનો ખ્યાલ સુદ્ધાં આવતો નથી. શું કહું તને ? એક બાજુ સત્ત્વની કચાશના કારણે પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન હું * ૩૪ અત્યારે જીવી શકતો નથી અને આ જીવનની સમાપ્તિ સુધી પણ એવું જીવન હું જીવી શકવાનો નથી. જ્યારે બીજી બાજુ જનમોજનમના ગલત અભ્યાસના કારણે આત્મા પર જે કુસંસ્કારો ખડકાયા છે એ કુસંસ્કારોના કારણે નિમિત્તોની અસર મને આજે ય થાય છે અને કદાચ જીવનના અંત સુધી પણ થતી રહેવાની છે અને છતાં લેશ અતિશયોક્તિ વિના હું તને કહી શકું છું કે સંસારનો એક પણ પદાર્થ મારા આકર્ષણનો વિષય આજે તો નથી જ બનતો પણ ક્યારેય નથી બનવાનો. મનમાં આવી જતો કોઈ પણ પ્રકારનો હલકો કે નબળો વિચાર મનમાં આજે તો ડેરા-તંબૂ નાખીને નથી બેઠો પણ ભવિષ્યમાં ય ક્યારેય નથી બેસવાનો. મારી જાતને હું આજે ચક્રવર્તી કરતાં ય વધુ સુખી માનું છું તો મારી જાતને હું દેવલોકના ઇન્દ્રો કરતાં ય વધુ સદ્ભાગી માનું છું. કારણ ? મારા હાથમાં અત્યારે ચક્રવર્તીને ય દુર્લભ એવું સંયમજીવન છે, મારા હાથમાં અત્યારે ઇન્દ્રોને ય પૂજ્ય એવું સંયમજીવન છે. મારી મસ્તીની અનુભૂતિ આસમાનને ન સ્પર્શતી હોય તો જ આશ્ચર્ય ! Fe

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51