Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 20
________________ જય, તું મૅચ જોવા ક્યારેક તો સ્ટેડિયમમાં ગયો જ હોઈશ. ત્યાં તેં એક વાત ખાસ જોઈ હશે કે બૅટ્સમૅન ક્રીઝ પર હોય છે અને સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો We want Six, We want Four ના નારાઓ લગાવતા હોય છે. હું તને જ પૂછું છું, બૅટ્સમૅન દર્શકોની માંગને પૂરી કરતો રહે છે કે બૉલને જોઈને રમતો રહે છે ? દર્શકની માંગ ભલે ને છગ્ગાની છે પણ બૉલરે બૉલ એવો ફેંક્યો છે કે જો એને બૅટ્સમૅન ફટકારવા જાય છે તો એ અચૂક ‘આઉટ’ થઈ જાય તેમ છે. બૅટ્સમૅન કરે છે શું ? બૉલને એવી રીતે રમી લે છે કે એ આઉટ ન થઈ જતાં ક્રીઝ પર ટકી રહે છે. આનો અર્થ ? આ જ કે બૅટ્સમૅન દર્શકોના નારાઓ સાંભળતો રહે છે જરૂર પણ એ રમે છે તો બૉલને જોઈને જ ! કારણ કે એને પોતાની વિકેટ ખોઈ નાખીને પોતાના સંભવિત ઉજ્જવળ ભાવિ પર પૂર્ણવિરામ મૂકી દેવું નથી. તેં પૂર્વના એક પત્રમાં લખ્યું છે ને કે સમાજની માંગ એ છે કે અમારી પાસે વિપુલ સંપત્તિ જ હોવી જોઈએ. ગાડી નબળી ન જોઈએ. બંગલો અનાકર્ષક ન જોઈએ. ધંધો ઢીલો ન જોઈએ. મોબાઇલ ડબલા જેવો ન જોઈએ. ૩૯ ૨૦ વસ્ત્રો મેલાં ન જોઈએ. ન ઘરેણાં ૧૪ મી સદીનાં ન જોઈએ. નબળી હૉટલમાં પગ ન મુકાવા જોઈએ. મુસાફરી ટ્રેનમાં ન થવી જોઈએ. ટૂંકમાં, તારી આજુબાજુમાં રહેલા સહુની માંગ આ છે કે સામગ્રી તારી પાસે જે પણ હોય એ બધી ય ૨૧ મી નહીં. ૨૨ મી સદીની જ હોવી જોઈએ. મારે તને એટલું જ પૂછવું છે કે તારે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોની માંગ પૂરી કરવાના ખ્યાલ સાથે રમવું છે કે બૉલની પરિસ્થિતિ જોઈને રમવું છે ? સાચું કહું ? બહુજનવર્ગની હાલત આજે એ છે કે એમણે પોતાની જીવનવ્યવસ્થા પોતાની આર્થિક પરિસ્થિતિ જોઈને નથી બનાવી પણ આજુબાજુવાળાની જીવનવ્યવસ્થા જોઈને બનાવી છે ! બાજુવાળા પાસે જે છે, જેવું છે, જેટલું છે એ, એવું અને એટલું મારી પાસે હોવું જ જોઈએ. આ માટે દેવું કરવું પડે તો હું કરીશ, લૉન લેવી પડે તો હું લઈશ, હપતા ભરવા પડે તો ભરીશ, અરે, ભૂખે મરવું પડે તો મરીશ પણ સ્ટેડિયમમાંથી ઊઠેલી દર્શકોની છગ્ગા-ચોગ્ગાની માંગને હું પૂરી કરીને જ રહીશ ! ४०

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51