Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 22
________________ મહારાજ સાહેબ, આપની વાત હૃદયસ્પર્શી હોવા છતાં કોણ જાણે કેમ, મન એના અમલ માટે ઉત્સાહિત થતું જ નથી. આપ ખર્ચ ઘટાડીને શ્રીમંત બન્યા રહેવાની સલાહ આપો છો જ્યારે મન સતત આવક કેમ વધારી શકાય એના જ વિચારોમાં રમ્યા કરે છે. આપની પાસે વાત છુપાવવા નથી માગતો પણ હમણાં હમણાં SIDE માં મેં ગૅરબજારનું કામ પણ શરૂ કર્યું છે. ગણતરી એવી છે કે બે-ચાર સોદામાં જો જંગી કમાણી થઈ જાય તો પછી જિંદગીભર શાંતિ જ શાંતિ ! જિંદગીભર જલસા જ જલસા ! જિંદગીભર મજા જ મજા ! આપ આ અંગે શું કહો છો ? જય, ખૂને થતું હોય એને તો હજી બચાવી શકાય કારણ કે એને પોતાને બચવું છે. બચવા માટે એક બીજાની સહાય માગે છે પરંતુ જેને આપઘાત જ કરવો છે. એને તો શું બચાવી શકાય? કારણ કે એ પોતે બચવા નથી માગતો, પોતાને કોઈ બચાવી લે એવું એ નથી ઇચ્છતો, કોઈ બચાવવા આવી પણ જાય છે તો ય એને એ સહયોગ નથી આપતો. અધિક સંપત્તિ મેળવવા તેં સેંરબજારમાં ય ઝુકાવ્યું છે એ જાણ્યા પછી તો મને એમ લાગે છે કે આપઘાત કરવાનો તેં મક્કમ નિર્ધાર કરી લીધો છે. યાદ રાખજે તું આ વાત કે વિપુલ સંપતિનું આ પાગલપન તને બીજા કોઈ ક્ષેત્રમાં નુકસાન કદાચ નહીં પણ કરે તો ય તારા મનની પ્રસન્નતા અને સંબંધોની આત્મીયતા આ બે ક્ષેત્રમાં તો તારી પથારી ફેરવી જ દેશે. તેં હડકાયા કૂતરાને જોયો તો હશે જ. તેં એને ક્યારેય પ્રસન્ન જોયો? નો. એ સતત ભાગતો જ હોય છે રઘવાયો બનીને. આ ઘરેથી પેલા ઘરે અને આ શેરીમાંથી સામેની શેરીમાં. આ ભાગંભાગમાં એ પ્રસન્નતા ટકાવી શકે એ વાતમાં માલ જ ક્યાં છે? સંપત્તિનો હડકવા લાગી ગયા પછી તારી સ્થિતિ ય આવી જ થવાની છે કંપનીમાંથી છૅરબજારમાં અને શૅરબજારમાંથી સટ્ટા બજારમાં. છગનભાઈને ત્યાંથી મગનભાઈને ત્યાં અને મગનભાઈને ત્યાંથી ચમનલાલને ત્યાં. મુંબઈથી દિલ્લી અને દિલ્હીથી અમેરિકા. ઘરેથી બજારમાં, બજારમાંથી હૉટલમાં, હૉટલમાંથી ક્લબોમાં અને ક્લબોમાંથી હૉસ્પિટલમાં. સાવધાન ! ૪૩ ૪૪

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51