Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 13
________________ જય, પૈસાના સંદર્ભમાં તને એક બીજી વાત જણાવું ? પોતાના ઘરમાં સુશીલ પત્ની લઈને બેઠેલો ખાનદાન ઘરનો નબીરો, એ પત્નીને લઈને લબાડ યુવકો વચ્ચે જતો પણ નથી તો એવા લબાડ યુવકોને પોતાના ઘરમાં આવવા દેતો પણ નથી કારણ ? એને બરાબર ખ્યાલ હોય છે કે વરુ જેવા આ લબાડ યુવકો કોઈ પણ પળે મારી પત્નીના શરીરને ચૂંથી શકે છે. પણ સબૂર ! પૈસાનો લોભી માણસ લબાડ મિત્રો વચ્ચે ફરતો પણ રહે છે તો લબાડ મિત્રોને માટે પોતાનાં ઘરના દરવાજા ખુલ્લા પણ મૂકી દેતો હોય છે. તને એથી ય આગળ વધીને કહું તો પૈસા ખાતર પોતાની પત્નીના શરીરનો સોદો કરવો પડતો હોય તો એ માટે ય એ તૈયાર થઈ જતો હોય છે. વાંચી લે થોડાંક જ વરસો પહેલાં હૃદયના ધબકારા ચૂકવી દેતો, શરીરમાં વહી રહેલ લોહીને થીજવી દેવા મજબૂર કરી દેતો, એની સત્યતા અંગે મનમાં શંકા પેદા કરી દેતો, આ દેશના એક મહાનગરમાં બની ગયેલ આ સત્ય પ્રસંગ. તારી જ વયનો એ યુવક હતો. પૈસો એના મગજમાં અને જીવનમાં ‘સર્વસ્વ’ના સ્થાને ગોઠવાઈ ગયો હતો. એ પૈસો મેળવવા તમામ રસ્તાઓ અને તમામ ધંધાઓ એ અપનાવી બેઠો હતો. ૫ ૧૩ એમાંનો એક રસ્તો અને એક ધંધો હતો જુગારનો. એક દિવસ એ જુગારમાં એટલું હાર્યો, એટલું હાર્યો કે પોતાના જુગારી મિત્રોને ૨કમ ચૂકવવાના એની પાસે પૈસા જ રહ્યા નહીં. જુગારી મિત્રો સાથે એ ઘણું કરગર્યો પણ એની રકમ છોડી દેવા કોઈ તૈયાર નહોતું. છેવટે એ જુગારી મિત્રોએ એની સાથે એક સોદો પાકો કરી લીધો. ‘તારા લગ્ન ટૂંક સમયમાં થઈ રહ્યા છે. તારે લગ્નની પ્રથમ રાત્રિ હૉટલના એક કમરામાં વિતાવવાની. એ કમરામાં અલગ અલગ સ્થાને ગુપ્ત રીતે અમે ત્રણેય મિત્રો ગોઠવાઈ જશું. તારી પત્નીને તું ન્યાય [?] આપી દે એ પછી અમે ત્રણેય ન્યાય [?] આપી દેશું. તારી લેણી નીકળતી બધી ય ૨કમ માફ !' જય. એ સોદો પાર પડી તો ગયો પરંતુ સવારના પહોરમાં હૉટલના એ કમરામાં એની સુશીલ, સંસ્કારી નવોઢા પત્નીનો નિશ્ચેષ્ટ દેહ પડ્યો હતો. પેલા ત્રણે ય જુગારી મિત્રો ગાયબ હતા. એ નિર્માલ્ય, નાલાયક, જુગારી પતિ હૉટલના કમરાના સોફાસેટ પર બેઠો બેઠો આંખોમાંથી આંસુ સારી રહ્યો હતો ! વધુ ખરાબ શું ? વાસનાની લંપટતા ? કે અર્થની લાલસા ? એ પ્રશ્નનો જવાબ આ સત્ય દૃષ્ટાંતમાંથી તું શોધી લેજે. ૨

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51