________________
૪૫
પીરસી. ત્યારબાદ પડોશમાં ઘરકામ માટે જતી રહી. બાળક ખીર ખાવા બેઠો. જોગાનુજોગ તે જ સમયે બાળકને “ધર્મલાભ’નો ધ્વનિ સાંભળવા મળ્યો. બાળકનો મન મયૂર નાચી ઉઠયો. તેણે ઊભા થઈ મુનિને વિનંતી કરી. “પધારો, પધારો. ખીરનો લાભ આપવાની કૃપા કરો.”
ભરવાડ બાળકની ઝૂંપડીમાં પધારેલા મુનિ માસક્ષમણના તપસ્વી હતા. આવું અદ્ભુત સત્પાત્ર જોઈને બાળકને થયું કે, “કેવું મારું ભાગ્ય કે, આજે જ મને ખીર જેવું વિત્ત મળ્યું અને તેવા ટાણે. જ નિર્મળ મુનિરાજ જેવું પાત્ર મળ્યું!' બાળકે ઊભા થઈ ખીર વહોરાવવા માંડી. મુનિ ના ના કહેતા રહ્યા પરંતુ તે અટક્યો નહિ પણ પછી પોતાનો જરાક વિચાર આવતાં તે અટકી ગયો. પાછો ભાવોલ્લાસ વધતાં તેની દાનધારા ચાલુ થઈ. થોડી થોડીવાર પછી પણ પાછી એ દાનધારા અટકીને પુનઃ ચાલુ થઈ.
મુનિરાજ ધર્મલાભના આર્શીર્વાદ આપી ચાલ્યા ગયા. એટલામાં માતા ઘરે આવી. પુત્રને થાળી ચાટતો જોઈ માતાએ વિચાર્યું, ‘અહો!મારો પુત્ર કેટલો ભૂખ્યો છે. કેટલાક દિવસ પછી ગોવાળનો છોકરો આયુષ્ય પૂર્ણ કરી ઊંચું કુળ પામ્યો. તે ધનાવાહ શેઠના ઘરે પુત્રરૂપે જન્મ્યો.
હે કૃતપુણ્ય શેઠ! ચલિત ચિત્તના ભોગ બનવાથી દાનધારા જ નહિ, એ દાનોપાર્જિત સૌભાગ્ય પણ ખંડિત બન્યું. પૂર્વના ભવમાં બે વાર અટકી અટકીને મુનિને દાન આપ્યું તેથી તમને પુણ્ય પણ એ જ જાતનું બંધાયું છે, જેના ઉદયકાળમાં તમારું સૌભાગ્ય પણ ખંડિત ત્રુટિત બન્યું. બાકી જે શુભ ભાવે તમે દાન કર્યું તેના ફળ રૂપે આ સુખસામગ્રી તો તરણાતુલ્ય છે. દાનફળના ભરપૂર ભોગવટા રૂપે તો તમને સંયમ-સા
તમને ખીર માટે સામગ્રી આપનાર ચાર પાડોશણો અનુમોદના કરી તમારી પત્નીઓ બની છે.”
કૃતપુય શેઠ પોતાનો ભૂતકાળ અને ભવિષ્યકાળ જાણી અત્યંત ખુશ થયા. તેમના આનંદની કોઈ અવધિન રહી. ભગવાન મહાવીરની પરમ ચેતનાનો પારસ સ્પર્શે. પ્રભુના સાગર સમા ગંભીર અને ચંદ્રસમા શીતળ વચનોમાં ઊંડા ઉતરતાં ઉહાપોહ થવા માંડ્યો. આપોઆપ અંતરમાં અજવાળું થયું. સમવસરણની એ ધરતી પર જ કયવન્નાશેઠને જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થયું. પોતાના પૂર્વજન્મ પરનો પડદો ઊંચકાયો.
કૃતપુણ્ય શેઠ પોતાને ભરવાડના બાળરૂપે અનુભવી રહ્યા હતા. તેઓ આત્મનિરીક્ષણ કરવા લાગ્યા. પોતાની નાનકડી ભૂલે કેવી ભૂતાવળ સરજી દીધી ! પ્રભુએ મને ટકોર કરી તે સત્ય છે. આવી રિદ્ધિ-સિદ્ધિ તો તરણાતોલે છે. તરણાથી પશુ તૃપ્ત થાય માનવ નહીં. મારે ભૌતિક નહીં પણ આધ્યાત્મિક સમૃદ્ધિ જોઈએ છે.” કૃતપુણ્ય શેઠની ધર્મશીલતા આળસ મરડી ઊભી થઈ. જીવન પરિવર્તન થઈ ગયું. તેને ધર્મનિષ્ઠ બનવાના કોડ જાગ્યા.
હળુકર્મી અને સત્વશીલ કૃતપુણ્ય શેઠને અંતર્મુખી થવાની ઝંખના જાગી. તેને બદતંભરા બુદ્ધિપ્રગટી. તુચ્છ અને લૌકિક કામનાઓનો ત્યાગ કરી પ્રવજ્યા લેવાની ભાવના થઈ. સ્વધર્મનું ભાના થતાં કર્મ સાથે કેસરિયા કરવા સિંહગર્જના કરી. “ભગવાન ! હું પણ પ્રવજ્યા લઈને આત્મ ઉત્થાના કરવા ઈચ્છું છું. સંસાર સુખની સાર હીનતા જોઈને કયો બુદ્ધિમાન મનુષ્ય વ્યર્થ બાબતોમાં પોતાનો
મીત્વ મ
CII CILI4LI4141