________________
୪୪
ગામોમાં સરપંચ કે શાહુકાર પાસે વસ્તુઓ અડાણે મૂકવાની પ્રથા કાયમ છે.
૪.
રાસનાયિકા એક તરફ પરદેશ જતા પતિના દીર્ઘ આયુષ્ય અને પ્રગતિની કામના કરે છે, તો બીજી તરફ પત્ની પ્રત્યેના કર્તવ્યનું ભાન કરાવે છે. (૧૨૧-૧૨૪)
૫. પુત્ર વિનાના ઘરની અવદશાનું વર્ણન કવિશ્રીએ સંસ્કૃત શ્લોકો ટાંકી કર્યું છે. (૧૩૫-૧૩૦)
૬. રૂપવતી સાસુએ પુત્રવધૂઓને પુરુષ વેશ ધારણ કરવાનું કહ્યું, જેથી રાત્રિના અંધકારમાં કોઈ તેમને ઓળખે નહીં. અહીં વીરરસનું પ્રયોજન થયું છે. (૧૩૮-૧૩૯)
to .
રૂપવતી શેઠાણીના મહેલનું લાક્ષણિક વર્ણન, જેમાં શૃંગાર અને અદ્ભુત રસ પ્રયોજાયો છે. (૧૬૩-૧૬૦)
૮.
૧૮૩)
આલસ મોડી જામ, ઉઠયો ઉલસી રી;
તિહાં દેખે આવાસ, નારી રંભ જિસી રી. ચંદરુઆ પચરંગ, સોવનખાટ બની રી; મણિમŪ જડિત જડાવ, વિચિ વિચિ મોતી ચૂની રી. કસ્તૂરી ધનસાર, પરિમલ મહકી રહ્યોરી; ચંબેલી રાય વેલિ, ચંપક મહમહ્યોરી.
અજબ બન્યા ચિત્રાંમ, નવ નવ ભાંતિ લિખિરી; કસ્તૂરી મહકાય મનમાં હુઉ સુખી રી. ચિત્તમાંહિં ચિંતઈ એમ, ‘કિં હું અમર હુઉ રી ?’ કિં એ ઈંદ્રજંજાલ ? કિં એ સુપનભયો રી ?
ચારે સ્ત્રીઓની ૫તિ ભક્તિમાં ભારતીય નારીનાં પતિ પ્રત્યેનાં કર્તવ્યના દર્શન થાય છે. (૧૦૬
૯.
બાર વર્ષ સુધી જેની સાથે પતિ જેવો વ્યવહાર કર્યો, તેને સાસુની તાકીદ (સૂચના)થી દૂર કરવાનો સમય આવતાં સ્ત્રીઓની મનોવિચારણા, જેમાં લાચારી, ઋણાનુંબંધ અને પરોપકારની ભાવનાની સાથે ભયાનકરસની છાંટ જોવા મળે છે. (૧૯૯-૨૦૫)
૧૦. વિરહ વેદનાની વ્યથા અનુભવતી ચારે સ્ત્રીઓ સ્વયંને ઉપાલંભ આપે છે, જેમાં કરૂણ, ભયંકર અને રૌદ્ર રસનો પ્રયોગ થયો છે. (૨૧૩-૨૧૫)
“પાણી પાંપિણ હેઠ, આયાનું અચરિજ કિસ્યું? જાણત સાચો નેહ, જો લોહી આવત લોયણે. જો ચીરીયે ચાંમ, લોહી તિહાં જ નીકલઈ; જો ખોદીયઈ દશ વામ, પાણી કઠિન જ પેમ વિન. વજ્રસરીખા રે હીયા, દુખહ તણા કરંડ; વિછડતાં સજન થકી, કિમ ન હુઉ સત ખંડ.
૧૧. સાર્થપતિ દ્વારા પતિના સમાચાર ન મળતાં નિરાશ બનેલી ધનવતીએ સંપૂર્ણ રાત્રિ વિલાપમાં