Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 606
________________ ૫૮૮ કુટુંબ ત્યાં કામ કરવા જોડાયું. શૂરપાળ રાજા તળાવનું કાર્ય જોવા આવ્યા. રાજાએ પોતાના સમગ્ર કુટુંબને ત્યાં જોયું. દુર્બળ અંગવાળી શીલમતીને જોઈ રાજાએ આ નવે જણને બમણી વૃત્તિ અને ઉત્તમ ધાન્ય આપવાનો સેવકોને આદેશ કર્યો. રાજાએ ચકાસણી કરવા મહીપાળને પૂછયું, ‘‘શું તારો એક પુત્ર બે ભાર્યાઓ પરણ્યો છે. કેમકે પુત્રો ત્રણ અને સ્ત્રીઓ ચાર દેખાય છે.’’ મહીપાળે નાના પુત્રના પ્રવાસની વાત કરી અને પોતે કાંચનપુરથી આવ્યો છે તેવું જણાવ્યું. રાજાએ શીલમતીને છાસ લેવાના બહાને મહેલમાં બોલાવી. શીલમતી છાસ લેવા ગઈ. રાજાએ તેના શીલની પરીક્ષા કરવા તેને નવો કંચુક આપ્યો. શીલમતીએ તે લેવાની ના પાડી. રાજાએ અનિષ્ટ થવાની ધમકી પણ આપી પરંતુ શીલમતીએ ચોખ્ખી ના પાડી. રાજાએ ઘણો આગ્રહ કર્યો. શીલમતી પોતાના નિશ્ચયમાં અટલ રહી. તેણે કહ્યું, ‘‘આ વેણી મારા પતિએ આપી છે અને તેણે જ પોતાના હાથે કંચુક પહેરાવ્યો છે. હવે પતિના હાથે જ કંચુક મૂકાશે.’’ રાજા તેનો પતિ થવા તૈયાર થયો. ત્યારે શીલમતીએ કહ્યું, ‘“રાજા નીતિનું રક્ષણ કરનારા હોય છે. શીલ ખંડન કરનારા નહીં. જો તમે મને અડવાનો પ્રયત્ન કરશો તો હું અગ્નિ સ્નાન કરીશ.’’ રાજાએ કહ્યું, “હે મુગ્ધા! હું શૂરપાળ તારો પતિ છું. હું આ નગરીનો રાજા બન્યો છું.’’ હવે શીલમતી સુંદર વસ્ત્રાભુષણોથી સજ્જ થઈ રાણી બની રહેવા લાગી. બીજી બાજુ શાંતીમતી, જે શીલમતીની સાથે આવી હતી તેને રાજાએ કેદખાનામાં પૂરી દીધી હતી. થોડા સમય પછી તેને છૂટી કરી. તેણે કુટુંબમાં જઈ કહ્યું, ‘‘કંચુક ગ્રહણ ન કરવાથી રાજાએ કોપિત થઈને શીલમતીને કેદખાનામાં પૂરી દીધી છે. શીલમતીના હઠના કારણે થયેલી દુર્દશાને કુટુંબીજનોએ સ્વીકારી લીધી. એકવાર રાજાએ મહીપાળને ભોજન માટે આમંત્રણ આપ્યું. સમગ્ર કુટુંબ સહિત મહીપાળ જમવા આવ્યો. તે સમયે રાજા ઉચિત આસન પર બેસી જમવા બેઠો શીલમતી રાણીએ વ્યંજનો પીરસ્યાં. રાજાએ કહ્યું, “હે પ્રિયા! ઘણાં કાળથી ચિંતવેલા તારાં મનોરથો આજે સફળ કર.’' ભોજન બાદ સર્વને માનપાન આપી શૂરપાળ રાજાએ પોતાની ઓળખાણ આપી. તેણે પોતાના પિતાનો આભાર માન્યો. જેના કારણે પરદેશ જવાનું થયું અને પોતે રાજા બન્યો. એકવાર શ્રુત સાગર નામના મહાન મહાત્મા પધાર્યા. ત્યારે શૂરપાળે પોતાના પૂર્વભવ સંબંધી પ્રશ્ન પૂછયો. મહાત્માએ કહ્યું, “હે રાજન્! તેં પૂર્વ ભવમાં અતિથિ સંવિભાગ વ્રત કર્યો હતો. ભરતક્ષેત્રના ભૂમિ પ્રતિષ્ઠ નગરમાં તું વીરદેવ નામનો શ્રાવક હતો. તારી પત્નીનું નામ સુવ્રતા હતું. આઠમની તિથિના દિવસે તેં પૌષધ કર્યો. પારણાના દિવસે તેં શુભ ભાવના ભાવી કે, ‘ધન્ય છે તે પુરુષો ! જેઓ પૌષધ કરી પારણાના દિવસે સાધુને નિર્દોષ દાન આપે છે.’ તે જ સમયે શુદ્ધ ભાવનાના બળે બે તપસ્વી મુનિરાજ પધાર્યા. તેં એમને ભોજન પાણી આદિ વડે પ્રતિલાભ્યા. આ સુકૃતના પરિણામે તું આ ભવમાં રાજા બન્યો છે. સીતા અને ભામંડળની કથા (જૈન રામાયણ) જનક રાજાની વિદેહા નામની ભાર્યાએ યુગલ બાળકને જન્મ આપ્યો. તેવા અરસામાં સાધુપણાને પામ્યા છતા અતિસુંદરી ઉપરના અથાગ પ્રેમને વિસરી ન શકનારા પિંગલ નામના ઋષિ મૃત્યુ પામીને સૌધર્મ નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. તે દેવે અવધિ જ્ઞાનથી પોતાનો પૂર્વભવ જોયો. પૂર્વજન્મમાં પોતાના દુશ્મન એવા કુંડલમંડિતને જનક રાજાના પુત્ર તરીકે ઉત્પન્ન થયેલા જોયા. પોતાના શત્રુને રાજપુત્ર તરીકે જન્મેલો જોઈને પૂર્વના વેરભાવથી દેવે તે બાળકનું અપહરણ કર્યું. ત્યારપછી આ બાળકને શીલા પર અફાળી મારી નાખવાનો વિચાર કર્યો પરંતુ બાળકના પુણ્યોદયે દેવ વેરવૃત્તિ ભૂલી ગયો. બાળકને દિવ્ય અલંકારોથી

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622