Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 605
________________ ૫૮૭ શૂરપાળ રાજાની રાણી શીલમતીની કથા (શ્રી શાંતિનાથચરિત્ર, પૃ. ૧૯૪ થી ૨૦૩) ચક્રાયુધ રાજાએ શાંતિનાથ પ્રભુને શૂરપાળ રાજાના સંબંધમાં પ્રશ્ન પૂછયો તેના સંદર્ભમાં શાંતિનાથ, ભગવાને શૂરપાળ રાજાની કથા કહી. ભરતક્ષેત્રના કાંચનપુર નગરમાં જિતારી નામના રાજા રાજ્ય કરતા હતા. તેમની સુલોચના નામની રાણી હતી. આ નગરમાં મહીપાલ નામનો કૃષીવલ (ખેડૂત) રહેતો હતો. તેની ધારિણી નામની ભાર્યા હતી. મહીપાળના ધરણીધર, કીર્તિધર, પૃથ્વીપાળ અને શૂરપાળ નામના ચાર પુત્રો હતા. તેમની અનુક્રમે ચંદ્રમતી, કીર્તિમતી, શાંતિમતી અને શીલમતી નામની ચાર પુત્રવધૂઓ હતી. એકવાર વર્ષાકાળમાં ચારે પુત્રો ખેતરે ગયા. થોડા સમય પછી તેમની પત્નીઓ પણ ખેતરમાં જવા નીકળી. ત્યાં અચાનક વરસાદ થયો. વરસાદથી બચવા ચારે સ્ત્રીઓએ એક ઘટાદાર વૃક્ષનો સહારો લીધો. બીજીબાજુ મહીપાળ પણ ખેતરે જવા નીકળ્યો. તે પણ વૃક્ષની નીચે આવીને ઉભો રહ્યો. તે સમયે ચારે વહુઓ નિઃશંકપણે પોતાના મનોરથો કહેવા લાગી. મહીપાળ ગુપ્ત રીતે પૂત્રવધુઓની વાતો સાંભળવા લાગ્યો. ચંદ્રમતીએ કહ્યું, “મને ઘી સહિત ખીચડી અથવા દહીં કે ઘી વડે યુક્ત ભીની કેરીની કચુર અને ટાઢી રાબડી ખાવાની ઈરછા છે.' કીર્તિમતીએ ખીર અને દાળ-ભાત સાથે ખાટાં શાકની ઈચ્છા દર્શાવી. શાંતિમતીએ મોદક વગેરે પકવાન ખાવાની રુચિ પ્રગટ કરી. શીલમતીએ કહ્યું, “હું સ્નાન કરી, સુંદર વસ્ત્રાભૂષણો પહેરી, ઘરના બધા સભ્યોને જમાડી બાકી વધેલું કઈંક એઠું ભોજન કરું.” મહીપાળે આ વાત સાંભળી. તેણે ઘરે આવી પોતાની પત્નીને વહુઓને ઈચ્છિત આહાર આપવો, એવી સુચના કરી. ભોજનની વેળાએ પરિવાર સાથે જમવા બેઠો. પોતાના સસરા મહીપાળ અને પોતાના પતિને ભોજન કરાવી ચારે વહુઓ જમવા બેઠી. આજે ચારે વહુઓને પોતાની ઈચ્છા પ્રમાણેનો આહાર મળ્યો. શીલમતીના ભાણામાં તુચ્છ આહાર આવ્યો. આ પ્રમાણે હવે નિત્ય થવા લાગ્યું. ત્રણે વહુઓએ સાસુને તેનું કારણ પૂછયું. સાસુએ તેણે દર્શાવેલો વિચાર કહ્યો. આ વાતની શીલમતીને ખબર પડી ગઈ. હવે તે ઉદાસ બની ગઈ. એક વાર તેના પતિ શૂરપાળે તેની ઉદાસીનતાનું કારણ પૂછયું. શીલમતીએ સર્વ હકીકત જણાવી. પત્નીના મનોરથ પૂર્ણ કરવા શુરપાળ પરદેશ જવા નીકળ્યો. તે પૂર્વે તેણે પત્નીને વેણી બંધ કરી આપતાં કહ્યું, હે પ્રિયા!મારા આવ્યા પછી જ તારે વેણીનો બંધછોડવો અને કંચૂક ઉતારવો.” શૂરપાળ મહાશાલ વનમાં પ્રવેશ્યો. ત્યાં જંબૂવૃક્ષની છાયા નીચે સૂતો. તેના પ્રબળ પુણ્યથી વૃક્ષની છાયા તેના પર છાંયડો બનીને મંડરાઈ રહી. આ સમયે બાજુના નગરનો એક રાજા મૃત્યુ પામ્યો. તે નિઃસંતાન હતો. સચિવાદિકે પાંચ દિવ્યની અધિવાસના કરી. તે દિવ્યો ફરતાં ફરતાં શૂરપાળ પાસે આવ્યા. શૂરપાળને જોઈ હાથીએ ગુલ ગુલ શબ્દ કરી, અશ્વએ હષારવ કરી આનંદ વ્યક્ત કર્યો. તેના માથે છત્ર ધરાયું. કળશ વડે અર્થ અપાયો. તેની બન્ને બાજુ ચામરો વીંઝાવા લાગ્યા. લોકોએ મંગળગીતો ગાઈ જયજયના શૂરપાળને શુભલક્ષણવાળો જાણી રાજા બનાવ્યો. રાજા બન્યા પછી શૂરપાળે પત્નીની યાદ આવતાં પોતાના હાથે લખેલો એક પત્ર કાંચનપુરમાં મોકલાવ્યો પરંતુ તે સમયે દુષ્કાળ પડવાથી મહીપાળ ગામ છોડી પોતાના પરિવારને લઈ ક્યાંક ચાલ્યો ગયો. હતો. સેવકોને કોઈ ખબર ન મળતાં તેઓ પાછા આવ્યાં. શૂરપાળને ખેદ થયો. મહીપાળ પોતાના કુટુંબને લઈ જ્યાં શૂરપાળ હતો એ જ નગરમાં આવ્યાં. શૂરપાળ રાજાએ નગરજનોની સુવિધા માટે સરોવર ખોદાવવાનો પ્રારંભ કર્યો. મહીપાળ અને તેનું

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622