Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 614
________________ ૫૯૬ તત્તત્સહકારી કારણોથી સમીપતાથી ચિત્તમાં જે ઉત્કર્ષ વિશેષ ઉત્પન્ન કરે છે તે અનુરૂપ હોય છે. તે ભાવ છે. ૧. વીરરસનું નિમિત કારણ સંતોના ચરિત્ર શ્રવણ ઈત્યાદિ છે. દાન આદિમાં ઉત્સાહ પ્રગટાવે છે. કર્મનિગ્રહ અને તપ કરવામાં પ્રેરણાત્મક ગુણ વીરરસનો છે. પશ્ચાતાપ લક્ષણવાળો, દાન આપીને પશ્ચાતાપ ન કરે તે વીરરસ કહેવાય છે. ધૈર્ય, પરાક્રમ વીરરસ છે. ૩. પૂર્વ વસ્તુના દર્શન કે શ્રવણથી જે રસ ઉદ્ભવે તે રસ અદ્ભુત રસ છે. તે વિસ્મયરૂપ છે. જે હર્ષ અને વિષાદની ઉત્પત્તિ રૂપ લક્ષણથી ઓળખાય છે. ૪. શત્રુઓ, મહાઅરણ્ય, ગાઢતિમિર આદિ રૌદ્ર છે. એમના દર્શન વગેરેથી ઊર્ભવેલ વિકૃત અધ્યવસાય પણ રૌદ્ર છે. બ્રાકુટી ભંગનિનદહથી જાણવામાં આવે છે. આ રસ લજ્જાજનક વસ્તુ જોવા વગેરેથી ઉત્પન્ન થયેલ મનોગ્લાનિ છે. એના સ્થાને બીજી જગ્યાએ ભયાનક રસ કહેવામાં આવ્યો છે. સંગ્રામ ઈત્યાદિ જોવાથી આ રાસ ઉત્પન્ન થાય છે. તેનો અંતર્ભાવ રૌદ્ર રસમાં જ કરવામાં આવે છે. માતા-પિતા, ગુરુનો અવિનયપૂર્વક વ્યવહાર કરવાથી, મિત્રની ગુપ્તવાત કરવાથી, માન્યજનોની ધર્મપત્નીઓ સાથે ઔચિત્યપૂર્ણ વ્યવહારનો અતિક્રમ કરવાથી. ૬. ઉદ્વેગજન્ય વસ્તુઓ જોવાથી, સાંભળવાથી જુગુપ્સાત્મક ભાવ ઉત્પન્ન થાય છે. આ રસન બીભત્સ રસ કહેવાય છે. વેષ, અલંકાર વગેરે જોવાથી જે રસ ઉત્પન્ન થાય તે હાસ્યાસ છે. જેનાથી પ્રાભી ભયંકર રીતે રડે છે અથવા જેનાથી પ્રાણી કરણપૂર્ણ થઈ જાય છે. ૯. જેના વડે પ્રાણી ક્રોધથી ઉદ્ભવેલ ચિત્ત વિક્ષેપાદિથી વિહીન થઈ જાય છે. નં ૯. તેર કાઠીયા. આળસઃદેવગુરુ પાસે જતાં આળસ થાય. ૨. મોહ: સ્ત્રી પુરુષ વિગેરેથી વિંટળાઈ રહે. ૩. અવિનય : ગુરુ કંઈ ખાવા નહીં આપે, ધંધો કરીશું તો મળશે એવો વિચાર કરી દેવ-ગુરુ-ધર્મનો. અવિનય કરે. ૪. અભિમાનઃ મનમાં મોટાઈ રાખી પછી ગુરુ પાસે જાય. ૫. ક્રોધઃ ગુરુ પાસે આક્રોશપૂર્વકબોલે. ૬. પ્રમાદ : પ્રમાદમાં પડયો રહે. ૭. કૃપણ આ ગુરુ તો પૈસા ખર્ચાવે છે, માટે નથી જવું. ૮. ભયઃ ગુરુ પાસે વ્રત પચ્ચખાણ કરે. ૯. શોક શોકના યોગ ગુરુ પાસે ન જાય. ૧૦. અજ્ઞાનઃ અજ્ઞાનતાથી ગુરુ પાસે ન જાય. ૧૧. વિકથા : અનુચિત વાતો કરવામાં તત્પર. ૧૨. કૌતુક માર્ગમાં કૌતુક જોવા ઊભો રહે. ૧૩. વિષયઃ કામભોગમાં આસક્ત હોવાથી ગુરુ પાસે ન જાય.

Loading...

Page Navigation
1 ... 612 613 614 615 616 617 618 619 620 621 622