Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 607
________________ ૫૮૯ વિભૂષિત કરી વૈતાઢય પર્વતના રથનૂપૂર નગરના ઉધાનમાં મૂકી આવ્યો. આ બાળક ચંદ્રગતિ નામના વિધાધરને મળ્યો. તેણે પોતાના પુત્રની જેમ તેનો જન્મોત્સવ મનાવ્યો. તે બાળકનું નામ ભામંડળ રાખવામાં આવ્યું. બીજી બાજુ જનક રાજાએ ચારે દિશાઓમાં માણસો મોકલાવી બાળકની શોધ કરાવી પરંતુ બાળકના કોઈ સમાચાર ન મળ્યા. બાળકીનું નામ સીતા પાડવામાં આવ્યું. ઉત્તમ માતા-પિતાના સહવાસથી ઉછળતી સીતા રૂપ અને લાવણ્યની સંપદા સાથે વૃદ્ધિ પામવા લાગી. યૌવન વયમાં તેનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠયું. તેવા સમયે જનક રાજાની નગરી પર અર્ધબર્બર દેશના આતરંગતમે (નામના ક્રૂર મલેચ્છના હજારો પુત્રોએ) ઉપદ્રવ આદર્યો. આફતના પ્રસંગે જનક રાજાએ મદદ માટે દશરથ રાજાને દૂત દ્વારા સંદેશો પહોંચાડયો. રાજા દશરથની અનુજ્ઞા લઈ રામચંદ્રજી પોતાના બાંધવો સાથે મિથિલાનગરીમાં આવ્યા. તેમણે મલેચ્છોને હરાવ્યા અને શરત અનુસાર સીતા સાથે વિવાહ થયા. શ્રી નારદજીએ લોકમુખેથી સીતાના સૌંદર્યની પ્રશંસા સાંભળી હતી. સીતાને જોવા નારદજી તેના મહેલમાં આવ્યા. સંન્યાસી જેવા વેશવાળા નારદજીને જોઈને સીતાએ ‘હે મા! ’ એવી ચીસ પાડી. તે ભયથી ઓરડામાં દોડી ગઈ. તેની ચીસ સાંભળી દ્વારપાળો દોડી આવ્યા. મહેલમાં ‘એને મારો’ એવી બૂમરણ મચી ગઈ. નારદજી જીવ બચાવવા ગમે તેમ કરીને ત્યાંથી છટકી વૈતાઢય પર્વત પર જતા રહ્યા. નારદજીએ પોતાના અપમાનનો બદલો લેવા વૈતાઢય પર્વતની દક્ષિણ શ્રેણિમાં ચંદ્રગતિ વિદ્યાધરની મદદ લીધી. આ વિધાધરનો બળવાન અને પરાક્રમી ભામંડળ નામનો પુત્ર (સીતાનો ભાઈ) હતો. નારદજીએ સીતાનું ચિત્ર દોરી ભામંડળને બતાવ્યું અને સીતાના રૂપ-ગુણની તેની સમક્ષ ખૂબ પ્રશંસા કરી. ભામંડળ સીતા પ્રત્યે આકર્ષાયો. તેના ચિત્તમાં સીતાને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા જાગી. તેની ઉદાસીન સ્થિતિ જોઈ વિધાધર રાજાએ નારદજીને કન્યા વિશે પૂછયું. ‘વિદેહાની પુત્રી સીતા છે' એવું જાણી ચંદ્રગતિ રાજાએ ચપલગતિ નામના વિધાધર દ્વારા જનક રાજાને પોતાની નગરીમાં તેડાવ્યા. ત્યાર પછી પોતાના પુત્ર ભામંડળ માટે સીતાની માંગણી કરી. જનક રાજાએ કહ્યું, ‘‘સીતા મેં રામને સોંપી છે.’’ ચંદ્રગતિ રાજાએ પોતાના બે ધનુષ્યો વજ્રાવર્ત અને અર્ણવાવર્ત જનક રાજાને સોંપતા કહ્યું, “આ બે ધનુષ્યમાંથી એક પણ ધનુષ્યની પણછ રામચંદ્રજી ચઢાવશે તો અમે પરાજિત થશું. પછી આપ ખુશીથી સીતાના વિવાહ રામચંદ્રજી સાથે કરજો, અન્યથા સીતા ભામંડળને વરશે.’’ જનક રાજા ધનુષ્ય લઈ મિથિલાનગરીમાં આવ્યા. ત્યાં સ્વયંવર રચાયો. રામચંદ્રજીએ ધનુષ્ય ઉચકી પલકવારમાં પણછ ચડાવી ટંકારવ કર્યો. ત્યારે ધરતી અને અંબર ગુંજી ઉઠયા. સીતાએ રામચંદ્રજીના ગળામાં વરમાળઅ પહેરાવી. બીજું ધનુષ્ય લક્ષ્મણે ઉપડયું. ત્યારે તેના નાદથી દિશાઓ બધિર બની ગઈ. વિધાધરોએ અઢાર કન્યાઓ લક્ષ્મણને આપી. તે સમયે સત્યભૂતિ નામના સૂરિવરે ભામંડળ અને સીતાનો પૂર્વભવ કહ્યો. ભાઈ અને બહેનનું રહસ્ય ઉજાગર થયું. સીતા પોતાની ભગિની છે; એવું ભામંડળે જાણ્યું. જનકરાજા અને વિદેહા રાણીને ખબર પડી કે ભામંડળ પોતાનો જ પુત્ર છે. ભોજ રાજા વિદ્યાપ્રેમી અને દાનપ્રેમી મહારાજા ભોજ કદરદાનીમાં એવા માહેર હતા કે કોઈપણ વિદ્વાન-કવિની નવ્ય રચના સાંભળતાવેંત એ દાનના અષાઢી મેઘ બની સંપત્તિની વર્ષા કરતા. એમના મંત્રીને રાજાની ઉદારતા ખૂંચતી હતી પરંતુ રાજાને કઈરીતે કહેવું તે સમજાતું ન હતું. આખરે મંત્રીએ પરોક્ષ ઉપદેશનો આસરો લઈને

Loading...

Page Navigation
1 ... 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622