Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 611
________________ ૫૯૩ રહેશે પરંતુ કાળપ્રભાવથી ભરત ઐરવત ક્ષેત્રમાં લોપ થતી જાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં તો સદા બની રહે છે. ૬. શ્રાવકના ૨૧ ગુણો વર્તમાન પંચમ આરામાં અહીંથી સીધા મોક્ષે જઈ શકાતું નથી પરંતુ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચારે ઘટકો માટે એકાવતારી બનવું સુલભ છે. ધર્મની આ અદ્ભુત ઢાલ તો જુઓ! ભિન્ન ભિન્ન આચાર્ય ભગવંતોએ સંકલન કરી શ્રાવકના ૨૧ ગુણો બતાવ્યા છે. કેટલાક ગુણો દરેકના સંકલનમાં સમાનરૂપે જોવા મળે છે જ્યારે કેટલાક ગુણોમાં તફાવત જણાય છે. ‘ઉજ્જવળ વાણી ભા-૨' ના આધારે ૨૧ ગુણો દર્શાવ્યા છે. આ ઉપરાંત ‘શ્રી બ્રહ્મ જૈન થોક સંગ્રહ'માં ચોથો થોકડો ‘પાંત્રીસ બોલ'નો છે. આ પાંત્રીસ બોલમાંથી અંતિમ બોલ ‘શ્રાવકના ૨૧’ ગુણોનો છે. ૧. અક્ષુદ્રતા : નજીવી વાતોમાં ન ઝઘડવું, વાતનું વતેસર ન કરવું, રજનું ગજ ન કરવું. ૨. રૂપવાન : ઘાટીલું, નમણું, રૂપાળું સુંદર આકૃતિવાળું, આત્મગુણોથી સુશોભિત. સૌમ્યતાઃ સુશીલતા 3. ૪. લોકપ્રિયતા ઃ નિઃસ્વાર્થતા, સેવા, ઉદારતા, દાનપ્રિયતા, મિત્રતા આદિ ગુણોથી લોકપ્રિય હોય. ૫. અક્રૂરતા દયા અને અનુકંપાયુક્ત કોમળ હૃદય હોય. ૬. પાપભીરૂતા : ૧૫ પ્રકારના પાપનો ભય હોય. o. અશઠતા ઃ સજ્જનતા, દુર્જનતાનો અભાવ હોય. ૮. સુદાક્ષિણ્યપણું : દક્ષતા, નિપુણતા, ચતુરાઈ, દા.ત. અભયકુમારે સાધુના નિંદકોને ચતુરાઈપૂર્વક પાઠ ભણાવ્યો. ૯. લજ્જાવંત ગુણોનો ઉપાસક, વડીલોની, કુટુંબની, સમાજની લજ્જા રાખતો કુકર્મ ન આચરે. આબરૂ કે : શાખ ગુમાવવા કરતાં પ્રાણ ગુમાવવાનું પસંદ કરે. દા.ત. ધારિણી રાણીએ શીલની સુરક્ષા કરવા જીભ કચડી પ્રાણ ત્યાગ કર્યો. ૧૦. દયાળુતા ઃ પ્રતિદિન ભલાઇનું કાર્ય કરે. દીન-દુઃખીઓ પ્રતિ દયા દર્શાવે. પોતાનું બુરું કરનાર પ્રતિ પણ દયા દાખવી ધર્મ કરે. દાત. મેધરથ રાજાએ પારેવાની દયા પાળી. ૧૧. માધ્યસ્થતા ઃ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે વિરુદ્ધ મત, અભિપ્રાય, ઝૂકાવ કે તરફેણ ન હોય, ગમા-અણગમાનો ભાવ ન હોય. દા.ત. મહારાજા શ્રેણિકને કોણિક પ્રત્યે અંશમાત્ર અભાવ કે દ્વેષ ન હતો. ૧૨. ગુણાનુરાગીતા : ગુણવાનના ગુણોની ભરપેટ પ્રશંસા કરવી, ગુણ ગ્રાહક દષ્ટિ કેળવવી. દા.ત. કૃષ્ણ મહારાજાને કુરૂપ કૂતરીમાં શુભ્ર અને સુંદર દંતાવલી દેખાણી. ૧૩. પ્રિયભાષિતાઃ કઠોર, નિરર્થક, અકાર્ય, નિંદાકારી, હિંસાકારી, ક્રોધાયુક્ત, અહંકારયુક્ત, માયાકારી, અસત્ય, ક્લેશયુક્ત ભાષાનો ત્યાગ. વાણીના ગુણોથી યુક્ત ભાષા બોલવી. ૧૪. ન્યાયપ્રિયતા : સાચાનો પક્ષ લઈ ન્યાય આપવાની કાર્યક્ષમતાથી સમાજમાં પ્રતિષ્ઠા અને સન્માન મળે છે. ૧૫. સુદીર્ઘદૃષ્ટિ : વર્તમાન કાળે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા મારા આત્માનું દીર્ઘકાળે શું થશે? આમ, પરિણામને નજર સમક્ષ રાખી કામભોગો તેમજ કષાયોને મંદ બનાવી જીવન જીવવું. ૧૬. વિશેષજ્ઞ : સત્ય-અસત્ય, ન્યાય-અન્યાય, નીતિ-અનીતિ, હિત-અહિત, પુણ્ય-પાપ, જીવ-અજીવનો

Loading...

Page Navigation
1 ... 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622