Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 609
________________ ૫૯૧ ૪. સપ્તપદી લગ્નવિધિ લગ્ન પ્રસંગે સામાજિક રીતે પરસ્પર સાથે સંબંધ બાંધતા બે પરિવાર માટે એક ઉત્સવ છે. વરપક્ષા અને કન્યા પક્ષ એમ બે પરિવારો વચ્ચે નવા સંબંધ દ્વારા એક નવું સામાજિક ધ્રુવીકરણ રચાય છે. સ્ત્રી અને પુરુષ માટે લગ્ન સંબંધનું જોડાણ એ નવો જન્મ છે. એકમેક પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ પાર પાડવાની હોય છે. લગ્ન પ્રસંગે હસ્તમેળાપ બાદ વર અને વધૂ પવિત્ર અગ્નિ સમક્ષ સાત ડગલા ચાલીને પ્રેમપૂર્વક એકબીજા પ્રત્યેની જવાબદારીઓ નિભાવવાના શપથ ગ્રહણ કરે છે. જેને સપ્તપદી' કહેવાય છે. સુમેળ ભર્યા લગ્ન જીવન માટે આ જીવન નિર્વાહ વિધિ અત્યંત આવશ્યક છે. વળી, હિંદુ ગ્રંથો અનુસાર સપ્તપદીની વિધિના યોજાય ત્યાં સુધી લગ્ન સંબંધને માન્યતા અને મજબૂતાઈ સાંપડતી નથી. ભલે, માતા-પિતા દ્વારા કન્યાદાનનો વિધિ પાર પાડવામાં આવે, ભાઈ જવ-તલ પવિત્ર વેદીમાં હોમે, છતાં સપ્તપદીના સાત ડગલા પાણિગ્રહણ દ્વારા વાર-વધૂન ભરે ત્યાં સુધી લગ્ન વિધિ અધૂરો લેખાય છે. કન્યા કુંવારી જ માનવામાં આવે છે. આમ, સપ્તપદી દ્વારા જ પતિ-પત્નીના સંબંધ બંધાય છે. લગ્નથી જોડાયેલી નારીને “અર્ધાગિની' કહેવાય છે. સપ્તપદીની વિધિ બાદ પત્ની તરીકે સ્ત્રી પતિની ડાબી બાજુનું સ્થાન ગ્રહણ કરે છે. એ રીતે તેને ‘વામાંગિની' કહેવામાં આવે છે. સપ્તપદી ઉપરાંત કન્યાદાન, જવતલનું વેદીમાં હોમવું, હસ્તમેળાપ બાદ ચોરીના ચાર ફેરા એ વિધિઓ અત્યંત મહત્ત્વની છે. કન્યાદાન દ્વારા માતા-પિતા પુત્રીનો હાથ વરરાજાના હાથમાં સોંપી દીકરીના લગ્નને માન્યતા બક્ષે છે. જવ-તલ અગ્નિમાં હોમી ભાઈ તેની પરણેત્તર બહેનને ખાતરી આપે છે કે જે વરરાજાના હાથમાં તને સોંપવામાં આવી છે, તે દુલ્હારાજા હંમેશા તેની રક્ષા અને સહાયતા કરશે. ચોરીના ચાર ફેરાની વિધિ દ્વારા વરરાજા ઘરગથ્થુ જવાબદારીઓ પાર પાડવામાં પત્નીને સહાયભૂત થવાની ખાતરી આપે છે. ચોરીના ચાર ફેરામાં ત્રણ ફેરા દુલ્હનના નેતૃત્વ હેઠળ ફરવાના હોય છે. ચોથો ફેરો દુલ્હાના નેતૃત્વ હેઠળ ફરવાનો હોય છે. જ્યારે સપ્તપદીમાં દુલ્હા-દુલ્હન સાત ડગલા સાથે મળીને ભરે છે. જે અગ્નિની સાક્ષીમાં અગ્નિ સમક્ષ ભરવાના હોય છે. અધ્યાત્મિકતા, તત્ત્વજ્ઞાન અને પવિત્રતાની દષ્ટિએ હિન્દુ ધર્મગ્રંથોમાં સાતમા અંકનું મહત્ત્વ અદકેરું છે. સાત માટિકાઓ અથવા માતૃ ઉર્જાના સાત પાસાઓનું મહત્ત્વ પણ સમજાવાયું છે. પવિત્ર અગ્નિની સાત જ્વાળઓનું વર્ણન હિન્દુ શાસ્ત્રોમાં જોવા મળે છે. આ સાથે સાત પવિત્ર નદીઓ, સ્ત્રીના જીવનમાં આવતાં સાત તબક્કા, સંગીતના સાત સૂરો, સૂર્યના સાત કિરણો, સાત મુખ્ય ગ્રહો, સાત ઋષિઓના નામાભિધાના સાથેનું સપ્તર્ષિ તારામંડળ એ બધાનો ઉલ્લેખ ગ્રંથોમાં સમજાવાયો છે. આ સાતનો અંક મનુષ્યના દીર્ધાયુનો ધોતકપણ ગણાય છે. સાવિત્રીની પૌરાણિક કથામાં સત્યવાનનું મૃત્યુ થયું ત્યારે યમરાજ સત્યવાનને લેવા આવ્યા. સત્યવાનને પુનઃ જીવન આપવા માટે સાવિત્રી યમરાજને વિનવણી કરતા સાત પગલા ચાલી હતી. તેણે યમરાજને કહ્યું, “હે મૃત્યુના દેવતા! હું તમારી સાથે મારા પતિના જીવનની યાચના કરતાં સાત પગલાં ચાલી

Loading...

Page Navigation
1 ... 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622