Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 586
________________ ૫૬૮ કહ્યું, “આ જંગલમાં મારો નાનો ભાઈ એકલો છે. તેને ઉપદ્રવ ન આવે તે માટે હું રક્ષા કરવા અહીં આવ્યો છું.” પહેરેગીરને સમજાવી યુગબાહુને મણિરથ રાજાના આવવાના સમાચાર આપ્યા. મદનરેખાએ પતિને કહ્યું, “નાથ!મને ડર લાગે છે માટે સાવધાનીપૂર્વક રહેજો.” યુગબાહુએ ભાઈપ્રત્યેના સ્નેહને કારણે પત્નીનું વચન ગણકાર્યું નહીં. યુગબાહુ કદળી ઘરમાંથી મોટાભાઈને મળવા બહાર આવ્યો. નમસ્કાર કરવા યુગબાહુ નીચે નમ્યો એજ ક્ષણે મણિરથે તલવાર વડે પ્રહાર કર્યો અને તરત જ નગર તરફ નાસી ગયો. માર્ગમાં મણિરથના ઘોડાની એડી હેઠળ વિષધર સર્પ ચકદાયો. સર્વે ક્રોધથી ઉછળી મણિરથને ડંશ દીધો. સર્પદંશના ઝેરથી મણિરથ મૃત્યુ પામી ચોથી નરકમાં ગયો. મદનરેખા બારીમાંથી આ દશ્ય જોઈ રહી હતી. પોતાના ઘાયલ થયેલા પતિને જોઈને ચિત્કાર કરતી દોડીને પતિ પાસે પહુંચી ગઈ. પતિને અંતિમ ઘડીએ ધૈર્ય રાખી જૈનધર્મની પ્રાપ્તિ કરાવી. ““નાથ! મનમાં કોઈ ચિંતા ન કરશો. કોઈના ઉપર દ્વેષ ન રાખશો. પોતાના જ કર્મનો આ વિપાક છે; એવું સમજી દુ:ખને સમભાવે સહન કરો. જિનોક્ત ધર્મનું શરણ અંગીકાર કરો. અઢાર પાપનો ત્યાગ કરો. પોતાના કરેલા અપરાધોની ક્ષમા માંગો. સઘળા જીવો સાથે મૈત્રીભાવ કેળવો. પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરો.” યુગબાહુનું સમાધિભાવે મૃત્યુ થયું. મદનરેખાએ જંગલમાં જ અર્ધરાત્રિના સમયે પુત્રને જન્મ આપ્યો. આમ, મણિરથ રાજાએ પરસ્ત્રીગમનના પાપે પોતાનું જ અહિત કર્યું. લલિતાંગકુમાર (ઉપદેશમાલા-ભાષાંતર પૃ.૧૨૦) ભરતક્ષેત્રના શ્રીવાલ નામના નગરમાં નરવાહન રાજા રાજ્ય કરતા હતા. તેમની “કમલા' નામની રાણી હતી. આ રાણી એ લલિતાંગ નામના કુંવરને જન્મ આપ્યો. તે સર્વ કળાઓમાં પ્રવીણ થયો. યૌવનવયમાં તેનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠયું. વસંતપુર નગરમાં શતપ્રભ નામે રાજા રાજ્ય કરતા હતા. તેમની ‘રૂપવતી' નામની પટ્ટરાણી હતી. તે અત્યંત સૌંદર્યવાન હતી. રાજાને તે અતિ પ્રિય હતી પરંતુ વ્યભિચારિણી હતી. એક દિવસ રૂપવતી રાણી મહેલનાં ગવાક્ષમાં બેસી નગર કૌતુક નિહાળી રહી હતી. તે સમયે તેની દષ્ટિ લલિતાંગ નામના સ્વરૂપવાન યુવાન પર પડી. તેનું રૂપ જોઈ રાણી કામાતુર બની. તેણે દાસીને આજ્ઞા કરી કે, રાજ માર્ગ પર જતા આ યુવાનને અહીં બોલાવી લાવ.દાસી લલિતાંગકુમારને બોલાવી લાવી. લલિતાંગ કુમારને જોઈ રાણીએ કામાગ્નિને પ્રજવલિત કરે તેવા હાવભાવ, અંગદર્શન અને વિલાસી વચનો શરૂ કર્યા. રાણીના ધીઠ્ઠાઈ ભરેલા વર્તનથી લલિતાંગ અધીરો બન્યો. તે રાણી સાથે વ્યભિચાર સેવવા લાગ્યો. અચાનક રાજાના આગમનના સમાચાર દાસીએ આપ્યા. ભયથી વિહવળ બનેલી રાણીએ લલિતાંગને છુપાવવા અપવિત્ર પદાર્થોથી ભરેલા કૂવાની અંદર ઉતાર્યો. રાણી હવે રાજાની સાથે હાસ્યવિનોદ કરવા લાગી. અશુચિના કુવામાં ઉતરેલો લલિતાંગ ભૂખ અને તરસની પીડાથી અત્યંત વ્યાકુળ બન્યો. તેવી સ્થિતિમાં ઘણાં દિવસો વ્યતીત થયાં. રાણી લલિતાંગકુમારને વીસરી ગઈ. લલિતાંગ મૃતપ્રાયઃ જેવો થયો. વર્ષાઋતુમાં તે કૂવો પાણીથી ભરાતાં અપવિત્ર પાણીના પ્રવાહમાં ખેંચાતો ખેંચાતો તે બહાર નીકળ્યો. પોતાના સ્વજનોને મળ્યો. પોતાની બધી હકીકત તેઓને કહી તે વિષયાભિલાષથી વિમુક્ત બન્યો. તેનું સ્વાથ્ય ધીમે ધીમે સુધરી ગયું. પુનઃ રાણીએ તેને જોયો ત્યારે દાસીને તેડવા મોકલી, પરંતુ હવે વાસનાથી પીડાતો લલિતાંગ

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622