Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 589
________________ ૫૦૧ (શ્રી સૂતકૃતાંગ સૂત્ર - ત્રિ.શ્રુ.અ.૬). અરબસ્તાનના દક્ષિણ વિભાગમાં આદ્રક પ્રદેશના મહારાજા આદ્રને ત્યાં આદ્રકુમારનો જન્મ થયો હતો. મહારાજા આન્દ્ર અને મહારાજા શ્રેણિકની મૈત્રી અતૂટ હતી. આ મૈત્રીનો વારસો તેમના પૂર્વજ તરફથી મળ્યો હતો. બંને દેશ વચ્ચે વ્યાપારિક સંબંધો સારા હતા. અવારનવાર બન્ને રાજાઓ એકબીજાને ભેટ મોકલાવતા. એકવાર મહારાજા શ્રેણિકે ભેટ મોકલી. આદ્રકુમારે તે ભેટ સ્વીકારી. તેમના ખબર અંતર પૂછયા. તેમજ આદ્રકુમારે પોતાના પિતા પાસેથી અભયકુમાર વિષે ઘણી સારી વાતો જાણી. હવે આદ્રકુમારે અભયકુમારને કેટલીક ભેટ મોકલી. અભયકુમારે તેનો સ્વીકાર કર્યો. આમ બન્ને વચ્ચે મૈત્રીભાવ પ્રગટ થયો. અભયકુમાર અનાર્ય દેશમાં જન્મેલા આન્દ્રકુમારને ધર્મ પમાડવા ઈચ્છતા હતા. અભયકુમારે ભેટ રૂપે એકપોટી મોકલી અને તેને એકાંતમાં ખોલવાનું સૂચન કર્યું. આદ્રકુમારે એકાંતમાં પેટી ખોલી. તેમાંથી મુહપત્તિ, રજોહરણ આદિ સામાયિકના ઉપકરણો નીકળ્યા. આદ્રકુમારે ઉપકરણોને એકચિત્તે, ધ્યાનથી ધારી ધારીને જોવા લાગ્યો. તેને ઉહાપોહ થતાં જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થયું. પૂર્વ જન્મમાં તે મુનિ હતા પરંતુ સંયમની વિરાધના થવાથી અનાર્ય દેશમાં ઉત્પન્ન થવું પડયું હતું. આદ્રકુમાર અભયકુમાર ઉપર ઓવારી ગયો. તેણે અભયકુમારને ગુરુ માન્યા. આદ્રકુમારનું મન અભય કુમારને મળવા ઉત્સુક બન્યું પરંતુ પિતાજી ભારતમાં જવાની ના પાડતા હતા. આદ્રકુમારની ચોકી કરવા માટે ૫૦૦ સુભટો નીમાયા. સુભટોને વિશ્વાસમાં લઈ પોતે ઘોડાખેલવવા જાય છે તેવું કહી વહાણમાં બેસી આદ્રકુમાર ભારત આવ્યો. જાતિસ્મરણ જ્ઞાનના બળે જ મુની થયા. તેઓ વિચરતાં વિચરતાં વસંતપુર નગરના ઉધાનમાં આવ્યા. ત્યાં સાધના કરતા ધ્યાનસ્થ દશામાં ઊભા રહ્યા. થોડી વાર પછી કેટલીક છોકરીઓ મંદિરમાં આવી. તેઓ એક એક થાંભલો પકડી “આ મારો પતિ.. આ મારો પતિ...' એમ રમવા લાગી. શ્રીમતી નામની છોકરીને થાંભલો ન મળતાં ધ્યાનસ્થ આદ્રકુમાર મુનિને પકડી કહ્યું, “આ મારો પતિ.” આ વાત નગરમાં વાયુ વેગે. ફેલાઈ ગઈ. શ્રીમતીનાં માતા-પિતાએ આદ્રકુમાર મુનિને કહ્યું, “અમારી પુત્રીનો સ્વીકાર કરો.”આદ્રકુમાર મુનિએ કહ્યું, “હું સાધુ છું. હું બ્રહ્મચારી છું. મને આવી વાતો સાંભળવી ક૫તી નથી.” આદ્રકુમાર મુનિ અન્યત્ર જવા નીકળ્યા ત્યાં શ્રીમતીએ તેમનો રસ્તો રોકી લીધો. તે સ્વરૂપવાન અને મધુરભાષી હતી. તેણે કહ્યું, હું આર્યકન્યા છું. આર્યકન્યાનો પતિ એક જ હોય છે. હું આપને મનથી વરી ચૂકી છું. જો તમે મને નહીં સ્વીકારો તો અગ્નિમાં પડીને બળી મરીશ. આમારો અટલ સંકલ્પ છે.” આદ્રકુમાર ભોગાવલી કર્મના ઉદયથી શ્રીમતીનાં મોહપાશમાં બંધાયા. તેઓ ગૃહસ્થાશ્રમી બની વસંતપુરમાં રહેવા લાગ્યા. સમય જતાં શ્રીમતીએ એક પુત્રને જન્મ આપ્યો. પુત્ર બાર વર્ષનો થયો. ત્યારે માતા. રડવા લાગી. પુત્રએ તેનું કારણ પુછયું. માતાએ કહ્યું, “બેટા! તારા પિતાજી આપણને છોડી દીક્ષા લેવાના છે.” બાળકે કાચા સૂતરના તાંતણા આદ્રકુમારના પગે વીંટતાં કહ્યું, “પિતાજી! જેટલા આંટા આવે એટલાં વર્ષ તમારે મારા માટે ઘરમાં રહેવું પડશે.” આદ્રકુમાર પુત્રના સ્નેહવશ બાર વર્ષ સંસારમાં રહ્યા. ત્યાર પછી ભગવાન મહાવીર પાસે દીક્ષિત થઈ કેવળજ્ઞાની બન્યા.

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622