Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 582
________________ પ૬૪ દાનના પરમ અને ચરમ વરદાન રૂપેભોગેશૂરામાંથી ત્યાગશૂરા બનવાની તાકાત બક્ષે! મુનિરાજના માધ્યમે આવેલી એ પુણ્ય પળે પોતાનું કામ પતાવી દીધું. એ પળે સંગમના લલાટે જેમાં ભોગના લેખ લખ્યા, એમ ત્યાગના ભેખ પણ લખ્યા, દાનનો આનંદ માણતો એમ સંગમ થાળીને ચાટી રહ્યો. ખોબાભર ખીર મેળવવા માટે કેટકેટલા આંસુ વહાવવા પડયા હતા. જીવનની આ પહેલી જ પળ હતી, જ્યારે ભાણામાં ખીર પીરસાઈ હતી, પરંતુ સંગમને આવો વિચાર પણ નહોતો આવતો. એ તો વિચારી રહ્યો હતો કે, કેવો બડભાગી કે, જ્યારે દુર્લભ ચીજ મળી ત્યારે એથીય વધુદુર્લભ આ મુનિ મારા આંગણિયે પધારી ગયા. ઓહ! કેવો જોગાનુજોગ, કે જે મુનિના હું જંગલમાં રોજ દર્શન કરતો, ભાવના ભાવતો, એ જમુનિનો મને લાભ મળી ગયો!' ઘરકામ માટે ગયેલી ધન્યાઝડપભેર પાછી આવી પહોંચી. પોતાના બાલુડાની હસતી રમતી મુખ-મુદ્રા જોવા એ ઝંખતી હતી. થાળીને ચાટી રહેલા સંગમને જોતાં જ એ વિચારી રહી. “શું પીરસેલી બધી ખીર સંગમ ખાઈ ગયો! છતાં હજીય એ ધરાયો નથી ?' માની મમતા ઉછળી પડી. તપેલીમાં શેષ રહેલી ખીર પણ એણે સંગમના ભાણામાં ઠાલવી દીધી. હસતે હૈયે સંગમ એ ખીર ખાઈ ગયો. ખીર સંગમ ખાધી, પણ તૃપ્તિનો ઓડકાર જાણે ધન્યાએ લીધો! સંગમનું હૈયું હર્ષથી નાચી રહ્યું હતું. એ હર્ષ કંઈ ખાનપાનનો નહોતો, દાનનો એ હર્ષ હતો. સંગમનાં દિલદ્વારેથી એ મુનિ હજી ખસતા ન હતા. પશુઓને ચરાવવા એ જંગલમાં ગયો. ત્યાં જોયું, તો એ જ વનપ્રદેશ અને એ જ વૃક્ષની છાંયડી નીચે મુનિરાજ ધ્યાનમાં ઊભા હતા. મુનિના દર્શને સંગમ ગાંડાધેલો બનીને નાચી. ઊઠયો, “ઓહ! સાચે જ આ મુનિના પારણાનો લાભ મને મળ્યો! શું રંકની ઝુંપડીએ કલ્પતરુ ફળ્યો!' તેના શુભના અનુબંધખેંચાયા અને દાનની અનુમોદના કરતો કરતો એ મનભરનાચ્યો. સાંજ ઢળવાની તૈયારી થઈ. મુનિના ચરણની રજ માથે ચડાવીને સંગમ પોતાના ઘરે આવ્યો. રાત પડી ન પડી, ત્યાં તો એની તબિયત એકાએક બગડી. સૂકો રોટલો ને છાસ જીરવનારી એની હોજરી ખીરને ના પચાવી શકી. વળી, ધન્યાની મીઠી નજર પણ એને લાગી ચૂકી હતી. એથી એ ખીર વિષમય બની જવા પામી હતી.ધન્યા બેબાકળી બની ગઈ, ‘એકાએક આ શું?' તબિયત વધારે કથળતી ચાલી. પણ સંગમની મુખમુદ્રા તો સ્વસ્થ જ દેખાતી હતી. એના મુખ પર તો સંતોષનું સ્મિત જ તરવરી રહ્યું હતું. શૂળનું દર્દ પેટમાં ભાલાની જેમ ભોંકાતું હતું. પણ સંગમની આંખ સામે તો આજનો પુણ્ય – પ્રસંગજ તરવરી રહ્યો હતો. પોતાની સામે પોતાના દિલની દેરીના દેવ સમા મુનિરાજ ઊભા છે. અને પોતે એમને ખીરનું દાન કરી રહ્યો છે! સંગમ આ દાનની અનુમોદના અને મુનિરાજને વંદના કરતો જ રહ્યો. ધન્યા બેબાકળી બની ગઈ. પોતાની આશાના આધારને જાળવી રાખવા એ હાંફળીફાંફળી થતી દોડધામ કરી રહી. પણ એ દોડધામ નાકામિયાબ નીવડી. એ જ રાતે સંગમનો જીવનદીપ બુઝાઈ ગયો. દાન અજોડ હતું, દાનનું સંરક્ષણ અને સંવર્ધન બેનમૂન હતું. પછી એનું વરદાન બેજોડ હોય, એમાં આશ્ચર્ય કેવું? ધન્યાને અંધારામાં રાખીને, રે!ખુદ સંગમને પણ અજ્ઞાત રાખીને મુનિદાનનું એ પુણ્ય, પોતાનું વરદાન આપવા સંગમને મગધની દિશા ભણી, રાજગૃહી નગરીમાં શાલિભદ્ર તરીકેની કાયાપલટ કરાવી ગયું. તેને દૈવી ભોગો મળ્યા. રજવાડી સુખો મળ્યા. મહારાજા શ્રેણિકની શ્રીમંતાઈનો કેફ ઉતરી જાય એવી સમૃદ્ધિ મળી. આ સર્વ સુખોની વચ્ચે શાલિભદ્ર નિર્લેપ રહ્યા. તે ભોગના પનારે ન પડયા પરંતુ ભોગતેમના પનારે પડયા હતા. તેથી જ તેઓ એકઝાટકે ભોગોને છોડી ત્યાગના માર્ગે ચાલ્યા ગયા.

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622