Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 580
________________ ૫૬૨ ૩. મુખ્ય અવાંતર કથાઓ "શાલિભદ્રનો પૂર્વ ભવ (જૈન કથા રત્નકોષ - ભા.૧, પૃ.૧૪૨) ધરતીનો છોરુ સંગમ હતો તો ભરવાડ! પણ એનું દિલ દિલાવર હતું. એનો પ્રેમાળ ચહેરો, એની હેતાળ વાણી, એનું રસાળ જીવન અને એની રમતિયાળ-વૃત્તિ જોતાં ભલભલાને એની પર હેત જાગી જતું. પિતા ગુજરી ગયા હતા, છતાં સંગમને એની ખોટ ધન્યાએ ન જણાવી દીધી. પોતાના બેટા સંગમને ઉની આંચ. પણ ન આવે, એ માટે એ દળણાં દળતી હતી ને શ્રીમંતોના ઘરકામ કરતી હતી. આમ મા-દીકરાનો સંસાર ચાલી રહ્યો હતો. સંગમ પણ કંઈ કમ ન હતો. ઘરની બધી પરિસ્થિતિ જોયા પછી, પોતાની ફરજ અદા કરવા એ પશુઓને ચરાવવા જતો. દિવસભર એ પશુઓને ચરાવતો. સમી સાંજે ઘરે આવતો. અને ત્યારે ફરજ અદા કર્યાનો સંતોષ એના મોં પર તરવરતો. એ સંતોષ જોઈને ધન્યા પણ હસી ઊઠતી. પોતાના પતિદેવના મૃત્યુ પામી જતાં, એ નોંધારી બની હતી. સંગમ એ નોંધારીનો આધાર હતો. છેલ્લા કેટલાક દિવસોથી સંગમ પોતાની જાતને બડભાગી લેખી રહ્યો હતો. એ જે જંગલમાં પશુઓને ચરાવવા જતો હતો, ત્યાં એક વૃક્ષની ઘનઘોર ઘટાનીચે, એક મુનિ કાઉસગ્ગ મુદ્રામાં ખડા રહેતા હતા. સંગમાં મુનિને જોતો ને મલકાઈ ઊઠતો. એ વિચારતો: ઓહ! આ મુનિ કોણ હશે? આજે છેલ્લાં કેટલાય દિવસોથી હું આમને આ રીતે ધ્યાન ધરતા જોઈ રહ્યો છું! શું એ ખાવા માટે ગામમાં નહિ જતા હોય ? એમને ખવરાવતું કોણ હશે? ઓહ ! કેવો તેજસ્વી ચહેરો. ચહેરા પર કોઈ ચિંતા નથી. આખી દુનિયાની શાંતિ જાણે આ ચહેરામાં જ સમાઈ ગઈ છે અને સંગમ એ મુનિને ટગરટગર જોયા કરતો. જાનુ સુધી લંબાયેલા બાહુ! પર્વત શી સ્થિર ધ્યાન મુદ્રા! બ્રહ્મ તેજથી ઝગારા મારતું લલાટ! સંગમ સમી સાંજે ઘરે આવતો. પણ આ મુનિ એની આંખ સામે તરવર્યા જ કરતા. એક પણ બોલ બોલ્યા વિના, મુનિએ સંગમ પર જાણે કામણ કર્યું હતું! સંગમ પોતે પણ મુનિ તરફના પોતાનાં આવાં આ અકારણ આકર્ષણનું કારણ સમજી શકતો ન હતો. થોડા દિવસો આ રીતે વીત્યા. મુનિનું મૌન સંગમ માટે જાણે તલસ્પર્શી પ્રવચન બની ગયું. એના હૈયે. પડેલાં જુગ જૂનાં સંસ્કાર જાગી ગયા. ભોળો ભરવાડ હોવા છતાં સંગમ જાણે શ્રાવક બની ગયો ! આસપાસમાં વસતા પોતાના મિત્રોને પણ એ મુનિનાં દર્શને લઈ આવવા માંડયો. આમ, એનો નાનો સરખો વર્ગ રચાઈ ગયો. સૌ વહેલી સવારે ઊઠીને મુનિને નમતા ને પછી પોતે પોતાના કામે વળગતા. પણ આ બધામાં સંગમની ભક્તિ તો કોઈ જુદી જ તરી આવતી! કાજકાજમાંથી સમય મળતાં જ એ મુનિની સામે આવીને બેસી જતો. દિલની દિલાવરીથી એ એક જાતની ભાવના સૃષ્ટિ સરજતો: “ઓહ! હું ભરવાડ છતાં ભાગ્યવાન છું. નહિ તો મને આવા મુનિનાં દર્શન ક્યાંથી થાય! પણ મારા ભાગ્યમાં ભરતી તો એ જ દહાડે આવે, જે દહાડે આ મુનિ મારી ઝુંપડીને પાવન બનાવે.' સંગમ ભાવનાસૃષ્ટિમાં આગળ વધતો અને પછી નિરાશ થઈ જતો પણ મારું ભાગ્ય ક્યાંથી કે, આ મુનિ મારાં ઘરને પાવન બનાવે ! ને આ પછી પોતાના કપાળે, હતાશ-હાથે બે ટકોરાં મારીને એ પોતાના કામે ચાલ્યો જતો. થોડાં દિવસો પછી.... કોઈ પર્વની પધરામણીની પળે... શાલિગ્રામમાં ખુશાલી છવાઈ ગઈ, ઠેર ઠેર આનંદ મંગલની શરણાઈઓ વાગી ઊઠી. ઘરે ઘરે ૧. સૌભાગ્યનો સૂર્ય-કયવન્નાશેઠ, લે. વિજયપૂર્ણચંદ્રસૂરિજી.

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622