Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 577
________________ પપ૯ કરી આટલા દિવસ સુધી કયાં ગયા હતા? મારી માતા રોજ ભોજન બનાવી થાળી પીરસી તમારી વાટ જોતી હતી. પિતાજી! તમેશા માટે રિસાઈને ચાલ્યા ગયા? ... ૨૫૨ પિતાજી! આવું ન કરાય. આ તો તમે ઘણું ખરાબ કર્યું. કોઈ સ્વજનોથી રીસાઈને તેમને છોડીને ના જાય.” ભોળા બાળકો આ પ્રમાણે બોલી પુનઃ પિતાને હેતથી ગળે વળગી પડયાં. તેમણે પિતાના ખભાના ખેસનો છેડો પકડી કહ્યું, “પિતાજી! ચાલો તમને અમારી માતા બોલાવે છે. .૨૫૩ પિતાજી! તમે રાત્રિના બે પહોર સુધી ઘરમાં જ હતાં, ત્યાર પછી તમને અમે હવેલીમાં ક્યાંય ન સતા હતા? કેટલા બધા દિવસો પૂર્વે અમે તમને જોયા હતા. ત્યાર પછી તમે અદશ્ય થઈ ગયા. આજે તમે મળ્યા છો, તો ચાલો આપણા ઘરે જઈએ. તમે ઘરે જતાં લાજન અનુભવશો.”(કૃતપુણ્યની આંખમાં અશ્રુપ્રવાહ વહી રહ્યો હતો.) મહામંત્રી અભયકુમાર દૂર ઊભા ઊભા તમાશો (વાર્તા વિનોદ) જોઈ રહ્યા હતા. ચારે પુત્રવધૂઓ ઘૂંઘટ તાણી આમતેમ ફરી રહી હતી. સાસુએ તેમને કહ્યું, “વધૂઓ ! હવે સમય વણસી ગયો છે. તમે સ્વામી તરીકે કૃતપુણ્યશેઠને ચાહી તેમની સેવા કરવા જાવ.” ... ૨૫૫ સાસુએ (કૃત્રિમ નાટક કરતાં) કહ્યું, “અરે પુત્ર! તું ક્યાં ચાલ્યો ગયો હતો? તારા આવવાથી મારો ઘરસંસાર રહેશે.” કૃતપુણ્યએ કહ્યું, “સાસુજી! તમારી કપટલીલા રૂપી કરણીને યાદ કરો. તમારા કૃત્યને પ્રજાજનો તેમ જ સ્વયં તમે પણ જાણો છો.' ... ૨૫૬ મહામંત્રી અભયકુમારે ગુસ્સામાં ત્રાડ પાડી કહ્યું, “દુષ્ટ ખોટા બોલી નારી ! હવે તારાં પાખંડ (કાવાદાવા) છોડ. ધન માટે તું પરાયા નરને ગૃહવાસે લઈ ગઈ અને ગરજ પૂર્ણ થતાં ઘરમાંથી કાઢી મૂક્યો ? ... ૨૫૦ હે ધૂતારી સ્ત્રી ! તારું પૂર્ણ ચરિત્ર (પ્રપંચ) જો લોકો સમક્ષ કહીશ તો કૃતપુણ્ય બનેવીની જ લોકો મશ્કરી કરશે. હજી તો માતા બનવાનો ઢોંગ કરે છે, જેથી શ્રેણિક મહારાજા સંશયમાં પડે. ... ૨૫૮ પરંતુ મને કોઈ સંશય નથી કૃતપુણ્ય શ્રેષ્ઠીવર્યના પિતાનું નામ ધનાવાહ શેઠ છે અને તેમની માતાનું નામ સુભદ્રા શેઠાણી છે, તો પછી તે તારો પુત્ર ક્યાંથી થઈ શકે ?” ... ૨૫૯ ઢાળ : ૧૪ મહામંત્રી અભયકુમારે વૃદ્ધાને ઘણી રીતે ખોટી ઠરાવી લજ્જિત કરી. ત્યાર પછી કૃતપુણ્યને ત્યાં બોલાવી. તેની ચારે સ્ત્રીઓ અને કરોડોની સંપત્તિ સોંપી. હવે કૃતપુણ્ય નારીઓના સંગે સુરલોકના દેવ જેવાં સુખો ભોગવી રહ્યો હતો. ... ર૬૦ ચારે સ્ત્રીઓની સાથે સાથે ચાર સંતાનો પણ કૃતપુણ્યના આવાસે આવ્યાં. (આનું જ નામાં સૌભાગ્ય અને આનું જ નામ ભરતીમાં ભરતી !) કૃતપુયે તે ચારે સ્ત્રીઓ સાથે વિધિપૂર્વક વિવાહ કર્યા. એક લાખ સોનામહોર વૃદ્ધા(સાસુ)ને આપી. વૃદ્ધા ધન લઈ પોતાના ઘરે ગઈ. ર૬૧ કૃતપુણ્યના ઘરે ચાર પત્નીઓ હતી. તેની પ્રથમની એક સોહાસણિ નામની પત્ની હતી. વળી ગણિકાની પુત્રી મદનમંજરી સાથે પણ તેને પ્રીત હતી. મહારાજા શ્રેણિકની પુત્રી લીલાવતી, એમ રૂપવાન અને ગુણવાન એવી સાત સ્ત્રીઓનો ભરથાર કૃતપુણ્ય હતો. (ખંડિત સૌભાગ્યના ખંડ જાણે અખંડિત સૌભાગ્યના સૂર્યરૂપે પ્રકાશી ઉઠયા.) ... ૨૬ર

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622