Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 572
________________ પપ૪ •.. ૨૦૨ દુહા : છ (જળતંતુની પકડ લોખંડી હતી. બળવાન હાથી પણ સાવ ઢીલોઢસ બની ગયો. જળતંતુની પગા પરની ભીંસ અસહ્ય બનતાં સેચનક જોરજોરથી બરાડવા માંડ્યો. રાજગૃહીનું વાતાવરણ ભયભીત બન્યું. સમગ્ર નગરમાં તેના પડઘા ગુંજી ઉઠયા. અભયકુમાર સમગ્ર સ્થિતિને પારખી ગયા.) તેમણે રાજ્યમાં પટહ (પડહ) વગડાવી ઉદ્ઘોષણા કરી કે, “જે કોઈ જલકાંત મણિ દ્વારા સંકટમાં આવી પડેલા સેચનક ગજરાજને છોડાવશે તેને મગધ સમ્રાટ તરફથી અડધું રાજ્ય આપવામાં આવશે તેમજ રાજકન્યાના વિવાહ તેની સાથે થશે.'' ઢાળ : ૧૧ (રાજપટલ આગળ વધતો કંદોઈની દુકાન પાસે આવી પહોંચ્યો. કંદોઈના આનંદનો પાર ન રહ્યો. ગઈકાલે જયકાંત મણિ મળ્યો અને આજે હવે અડધું રાજ્ય મળશે. સાથે સાથે હું મગધ સમ્રાટનો જમાઈ બનીશ.) “રાજકન્યા સાથે વિવાહ થશે' એવા વિચારથી કંદોઈએ બીડું ઝડપી લીધું. (રાજસેવકો કંદોઈને લઈને આવ્યા. મહારાજા શ્રેણિકને આશ્ચર્ય થયું. કંદોઈની હાટડીમાં જલકાંતમણિ ક્યાંથી ?) મહારાજા શ્રેણિકનું મન માનવા તૈયાર ન હતું ત્યારે રાજકુમાર અભયકુમારને બોલાવ્યા. ... ૨૦3 (મહારાજા શ્રેણિક અને અભયકુમાર વચ્ચે મસલત થઈ.) અભયકુમારે કહ્યું, “અત્યારે સેચનક ગજરાજ ઉપર આપત્તિ આવી પડી છે. તેનું નિવારણ કરવું મુખ્ય હોવાથી કંદોઈને જલકાંતમણિ વડે ગજરાજને મુક્ત કરવાદો પછી યોગ્ય હશે તેમ કાર્ય કરશું.” જયકાંત મણિના પ્રભાવથી ચમત્કાર સર્જાયો. નદીનું પાણી દૂર ધકેલાઈ ગયું. જળતંતુ પાણી વિના રહી ન શકે તેથી સેચનક હાથીનો પગછોડી ઝડપથી પાણીમાં ચાલ્યો ગયો. સેચનકબંધન મુક્ત થયો. ... ૨૦૪ (રાજા સહિત નગરજનોએ સંતોષનો શ્વાસ લીધો.) ત્યારે કંદોઈએ આતુરતાથી કહ્યું, “રાજન! તમારી પ્રતિજ્ઞાનું પાલન કરો. મને રાજકન્યા સાથે પરણાવો અને અડધું રાજપાટ આપો.” મહારાજા શ્રેણિકે કહ્યું, “હે બુદ્ધિનિધાન પુત્ર અભયકુમાર!કંદોઈનો વિવાહ પ્રસંગ સારી રીતે સંપન્ન કરો.” અભયકુમારે કંદોઈને બોલાવીને કહ્યું, “શુભ મુહૂર્ત, શુભ દિન જોઈ વિવાહ કરવા આવજો.” કંદોઈએ(પોતાનો મોભો બતાવવા) વિવાહ પ્રસંગે દેવું કરી વિવિધ મીઠાઈઓ (પકવાનો) બનાવી. વળી, તેણે ઘર વેચી જે ધન મેળવ્યું તેમાંથી ઠાઠમાઠ સહિત, ઘણા કંદોઈઓને બોલાવી મોટા આડંબર સાથે જાન જોડી. ... ૨૦૬ પૂર્વે તેના ફક્ત ૫૦૦ જેટલા સગાઓ હતા. રાજકન્યા સાથે વિવાહ કરવા ગયો ત્યારે ૦૦૦ જેટલાં સગાસ્નેહીઓને જાનમાં આમંત્રણ આપ્યું. તેણે માથા ઉપર પુષ્પનો સહેરો બાંધ્યો. ઢોલ, શરણાઈ જેવાં વાજિંત્રો વાગી રહ્યાં હતાં. જાન લઈને કંદોઈ, મહાજન સર્વમહારાજા શ્રેણિકના મહેલમાં આવ્યા. મહારાજા શ્રેણિકે પહેરામણી કરવા માટે એક એક કંદોઈને અલગથી બોલાવ્યા. પછી તેમને જંગલની તણછનાં વૃક્ષની પાતળી સોટીથી માર મરાવ્યો. તેઓ કાલાવાલા કરતા નાસી છૂટ્યા. ... ૨૦૮ વરરાજા કંદોઈને બોલાવી તેને દોરડા વડે મુશ્કેટાટ બાંધ્યો. જયકાંત મણિનું રહસ્ય જાણવા તેને પૂછ્યું, “તારી પાસે કિંમતી જલકાંત મણિ ક્યાંથી આવ્યું? શું તેં ક્યાંથી ચોરી લીધું છે? આ રત્ન રાજા, મંત્રી અને ત્રીજા શાહુકારને ત્યાં જ હોઈ શકે, તે તારા ભાગ્યમાં ક્યાંથી આવ્યું?' . ૨૦૦ •.. ૨૦૯

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622