Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 570
________________ ૫૫૨ ખૂબ ધન કમાઈ આવ્યો છું.' ... ૧૦૮ ત્યારે સોહાસણિ (એ આસપાસ નજર કરી પરંતુ કંઈ દેખાયું નહીં ત્યારે) મનમાં વિચારવા લાગી, ‘સ્વામીનાથ! કમાયા વિના જ પાછા ફર્યા લાગે છે. જો કમાયા હોત તો પૂંજી-ધન દેખાતા કેમ નથી ? કાં સાચું અથવા જૂઠું હશે, કાં બડાઈ હાંકતા હોય તેવું લાગે છે. ... ૧૦૯ પરંતુ (સત્ય અસત્યના પારખા કરવા) હું તેમને આવતાવેત જ કોઈ પ્રશ્નો નહીં પૂછું કારણ કે એવું કરતાં મારા પ્રિયતમનું દિલ દુભાશે. મારે મન તો પુણ્યથી મારા સ્વામીનાથ હેમખેમ ઘરે પાછા આવ્યા છે એનાથી વિશેષ કઈ કમાણી હોઈ શકે!) જરૂર કંઈક રૂડું થવાનું છે.” ...૧૮૦ (સોહાસણિએ પતિનો આદર-સત્કાર કર્યો, તેણે વિવેકયુક્ત મધુરાં વચનોથી અભિવાદન કર્યું. કંઈ પણ પ્રશ્નોત્તરી કર્યા વિના તે પતિને પોતાના મહેલ ભણી તેડી લાવી. પ્રવાસનો થાક ઉતારવા તેલમર્દન કરી પતિને હુંફાળા પાણીથી સ્નાન કરાવ્યું. તેણે પતિવ્રતા સ્ત્રીની જેમ ઘણાં પ્રકારે પતિની ભક્તિ કરી. ...૧૮૧ ઢાળ : ૯ સોહાસણિ(સતી સ્ત્રી હતી.) પોતાના પતિની વિવિધ પ્રકારે સેવા કરવા લાગી. તેણે સ્નાન બાદ પતિને જમાડવા બેસાડયા. તે પૂર્વે એક મોટો થાળ માંડ્યો. જેમાં કૃતપુણ્ય જમવા પૂર્વે પોતાના હાથ ધોયા. ત્યાર પછી હાથ લૂછવા મુલાયમ વસ્ત્રો ધર્યા. તેણે થાળીમાં ઘઉંની પાતળી રોટલી પીરસી. આ રોટલી ઉપર ઘીની ધાર કરી (ઘીથી લથપથ રોટલી આપી) કૃતપુણ્ય ભોજન આરોગતો હતો ત્યારે તે વીંઝણાથી પવન વીંઝતી હતી. તે વિચારતી હતી કે, “આ જ મારા ભગવાન છે.' .. ૧૮૩ તેણે કમોદ જાતિના (ડાંગર) ચોખા ભાણામાં પીરસ્યા દુર્બળ સ્ત્રી પાસે ખંડાવેલા ચોખા (ચોખા. અખંડ રહે, તૂટી ન જાય માટે દુર્બળ સ્ત્રી પાસે ખંડાલા) પુષ્ટ સ્ત્રી પાસે ઝટકાવેલ, સારી રીતે રાંધેલ એવા કમોદ જાતિના ચોખા પીરસ્યાં. ...૧૮૪ તેણે આખી દાળ રાંધી ગરમાગરમ પીરસી. દાળ સાથે અઢાર જાતના વિવિધ શાક પણ પીરસ્યાં. વળી, ખાટાં અને ખારાં લીંબુનાં અથાણાં તેમ જ દહીં, દૂધ જેવાં ગોરસ ભોજન પણ પીરસ્યાં. ... ૧૮૫ કૃતપુણ્યએ ધરાઈને ખાધું. તે જમીને ઊભો થયો, ત્યારે પાન-સોપારીનો મુખવાસ આપ્યો. ત્યાર પછી ઢોલીયો ઢાળી કૃતપુણ્યને સુવડાવ્યો. આ પ્રમાણે કૃતપુણ્યની ધણીયાણીએ તેનો ખૂબ આદર-સત્કાર કર્યો. .. ૧૮૬ વિવેકી સોહાસણિએ અત્યાર સુધી આડી અવળી ઘણી બીજી વાતો કરી પણ વ્યાપારની કોઈ વાત ન કરી. તે પોતાના પતિને ગમે તેવું જ કરતી હતી. જાણે ભરથારને અનુસરનારી રામની ભાર્યા સીતા જ ના હોય! ...૧૮૦ રાજાની પરખ ત્યારે જ થાય જ્યારે તે ન્યાય કરે. તેમની કસોટી પથ્થર પર ઘસીને જ થાય છે, તેમ ઘરની ધણીયાણીની ઓળખ ત્યારે જ થાય જ્યારે ઘરમાં કંઈ ન હોય. (છતાં કરકસરથી ઘર ચલાવે) ...૧૮૮ સોહાસણિ એવી જ સમજદાર (ગુણવાન) સ્ત્રી હતી. લક્ષ્મીની અછત હોવા છતાં તેનું મન સ્થિર હતું. (મનમાં કોઈ ઉચાટ કે આકુળવ્યાકુળતા ન હતી.) ખરેખર! વિદ્વાનો પણ પોતાના ઈષ્ટદેવને નમન કરી સગુણી વ્યક્તિઓ (સ્વજનો) મળે તેવી પ્રાર્થના કરે છે. ...૧૮૯

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622