________________
૪૬૬
પાસે રહેલા બાકીના ત્રણ રત્નો રાજાને બતાવ્યાં.
એક સરખા ત્રણ રત્નો જોઈ કંદોઈ પાસે રહેલું રત્ન કૃતપુણ્યનું જ છે, એવી ખાતરી રાજાને થઈ. ૧૮. રાજાએ પુત્રીને કરિયાવરમાં ઘણાં રત્નો આપ્યાં. ૧૯. કૃતપુણ્યને ચાર વહુઓ અને ચાર પુત્રના મેળાપનો પ્રશ્ન પજવતો હતો. તેણે અભયકુમારને કહ્યું,
મારા પરિવારને ઓળખી કાઢીશ પરંતુ તેઓ કઈ શેરીમાં, કયા મહોલ્લામાં કે કઈ પોળમાં રહે
છે તેની જાણ મને નથી.” ૨૦. યક્ષપૂજન કરવા આવનારા પ્રત્યેક સ્વરૂપવાન માતા-પુત્રને જોઈ અભયકુમાર તરત જ કૃતપુણ્યને પૂછતા કે, “આતમારી પત્ની અને પુત્ર છે?'
અહીં અભયકુમારની કાર્યસિદ્ધિ માટે ચાંપતી બાજ નજરદશ્યમાન થાય છે. ૨૧. જે દિવસે અક્કાએ કૃતપુણ્યને નિર્ધન સમજી વેશ્યાવાસમાંથી બહાર ખસેડયો હતો, તે દિવસથી
અક્કાની પુત્રી સતી સ્ત્રીની જેમ એકપતિવ્રતાપણુંપાળતી હતી. ૨૨. કૃતપુણ્યની નગરમાં ચારે તરફ પ્રસિદ્ધિ પ્રસરી. તે સાંભળી ગણિકા પુત્રી ત્યાં આવી ચડી. તેણે
કહ્યું, “સ્વામીનાથ! તમે મને કેમ વીસરી ગયા.” કૃતપુણ્યએ અભયકુમારને કહી તેને ધના
સહિતમાનપૂર્વક પોતાના ઘરે તેડાવી. ૨૩. એક વેપારીએ શ્રીમંત કૃતપુણ્યને પોતાની એક સ્વરૂપવાન કન્યા આપી. આમ, કૃતપુણ્યની કુલ આઠ પત્નીઓ થઈ.
અહીંઅજ્ઞાત કવિ સિવાય બાકીના કવિઓએ સાત પત્નીનો ઉલ્લેખ કર્યો છે. ૨૪. જે પાડોશી સ્ત્રીઓએ તેની અનુમોદના કરી હતી, તે કૃતપુણ્યની પત્નીઓ બની અને
પત્નીઓના અંદરોઅંદરના પતિ વિયોગના શ્રાપથી અંતરાય પડી. ૨૫. કૃતપુણ્યએ સંયમ લઈ એકાવતારી પદ પ્રાપ્ત કર્યું.
૧૮. અજ્ઞાત કવિશ્રીની કથા - અજ્ઞાત કથાકારે આ કથા ભરફેસરની વૃત્તિ અને સુકતાવલી નામના ગ્રંથના આધારે આલેખી છે. • પ્રસ્તુત અપ્રકાશિત ગદ્ય કૃતિના રચનાકારે મંગલાચરણરૂપે ઈષ્ટદેવને પ્રણામ કરી બે પંક્તિનું કાવ્ય આલેખ્યું છે. જેનો અર્થ આ પ્રમાણે છે – વેશ્યાએ દ્રવ્ય વિના કયવન્નાનો તિરસ્કાર કર્યો. વળી, વશિષ્ટમુનિએ દ્રવ્ય વિના રામચંદ્રજીને પગે ન લગાડયા, ત્યારે રામચંદ્રજીને સમજાયું કે - “વિશ્વમાં સૌ કોઈ શ્રીમંતનો આદર કરે છે અને નિર્ધનને સર્વ તિરસ્કૃત કરે છે માટે ધન મેળવવાની યુક્તિ અજમાવવી જોઈએ.'
ધનની મહત્તા દર્શાવવા કથાકારે કૃતપુણ્યની કથા સવિસ્તાર આલેખે છે.