Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 516
________________ ૪૯૮ પ્રિતમનો સંદેશો લાવજે. હું દ્વાર પર ઉભી સદા વાટ જોતી રહીશ. તેઓ કુશળતાથી જલ્દી પાછા ફરે. હું સતી શિરોમણિ સીતા જેવી નિર્મળ છું.’’ (ઢા.૮, ક.૧૪૪-૧૫૮, ૧૦૦-૧૭૨) આ વર્ણન પાઠકોની આંખો ભીની કરાવ છે. આ પ્રમાણે કહી રહી ત્યાં નાયિકાનું ડાબુ અંગ ફરક્યું. તેણે વિચાર્યું, ‘આજે મને મારા પિયુનો ભેટો થશે.’ તે કાંતવા બેઠી ત્યાં કોઈ પુરુષને દ્વારા પર જોયો. ' પરપુરુષને ખડકી પર જોઈ નાયિકાએ સતી સ્ત્રીની જેમ પડકાર કરતાં કહ્યું, ‘‘આ સતી સ્ત્રીનું ઘર છે. અહીં પરપુરુષનું કામ નથી. હાથીનાં દાંત, કેશરી સિંહની કેશરા, સર્પનો મણિ, સ્ત્રીના સ્તન અને કૃપણનું ધન મેળવવું અશક્ય છે. (કેશરા, મણિ વગેરેની જેમ સતી શિયળ સાચવે છે.) મારા માટે મારા પતિ સિવાય અન્ય સર્વ પુરુષ વર્ગ ‘ભાઈ’ સમાન છે. હું પરપુરુષ સાથે વાર્તાલાપ કરતી નથી. મારા સગી નણદીનો વીરો એ જ મારો ભરતાર છે. મારે અસત્ય બોલવાની આખડી છે.’’ પ્રભાવિત થયેલા નાયકે નાયિકાની શુદ્ધ ભાવના જોઈ તારીફ કરતાં કહ્યું, ‘‘ધન્ય છે સતી તને! તે શીલનું જતન કર્યું છે. તેથી તારું નામ ચંદ્રની જેમ ગગનમાં ઊંચું ચડયું છે.’’ જેમ મેઘ વરસતાં ધરતી નવપલ્લવિત થાય છે, તેમ પતિને જોઈ નાયિકાનું તન અને મન આનંદથી ખીલી ઉઠયું. (ક.૧૫-૧૮૩) ઢા.૧૦માં નાયિકાના હૈયામાં હર્ષની હેલીઓ ચડી. પોતાની સખીઓ સમક્ષ વિસ્તારથી ખુશીની અભિવ્યક્તિ કરે છે. પતિના આગમનની ખુશાલીમાં થયેલી ઘરની સજાવટ તળપદી રીતે આલેખાયેલી છે. નાયિકા પાસે માખણ જેવું મુલાયમ હ્રદય હતું. સૌને પ્રેમના તાંતણે જોડી રાખવાની ગજબનાક સંવેદનશીલતા હતી. એનું રદિયું પણ ચોખ્ખું ચણાક હતું. ભૂલ કરનાર પ્રત્યે પણ કેવો સદ્ભાવ! મહાનાયિકા ધન્યાના જીવનની અનોખી ઊંચાઈ ધરાવતી આ ક્ષણ હતી. પતિની બધી દુષ્ટતા અને કર્તવ્ય વિરોધી હરકતોને વિશાળ હૃદયે માફ કરી દીધાં. તે લાગણીશીલ બની સંબંધોનું આયખું ટકાવી રાખનારી ભારતીય નારી હતી. કવિશ્રી પદ્મસાગરજી, કવિશ્રી રતનસૂરિજી, કવિશ્રી લાલવિજયજી, કવિશ્રી ઋષભદાસજી, કવિશ્રી મલયચંદ્રજી, કવિશ્રી ફતેહચંદજી અને અજ્ઞાત લેખકો આ પ્રસંગને સંક્ષેપમાં આલેખે છે. કવિશ્રી જયરંગમુનિજીએ ચરિત્રનાયિકાનું પ્રભાવશાળી સત્ત્વ, પતિને જોઈને નાયિકાની બેવડાયેલી ખુશી ઈત્યાદિ પ્રસંગોને ખૂબ વિસ્તારથી વર્ણવ્યા છે. તેમાં શીલ પાલનનો કથાંશ પ્રગટ થયો છે. આ આલેખનમાં કવિએ રસવત્તાને ઓસરવા દીધી નથી. પુરુષ જાતિ તરફથી નાયિકાને થયેલો અન્યાય પુરુષ પ્રધાન સમાજની દુર્ગંધ કહેવાય. ચરિત્રનાયકનું વ્યાપારાર્થે પરદેશગમન : • કવિશ્રી પદ્મસાગરજી : નાયિકાએ નાયકને સાંત્વના આપતાં મીઠાશભરી વાણીમાં કહ્યું, ‘“કંત! ધનની ચિંતા ન કરશો. થોડુંહશે તો પણ આપણે બન્ને વહેંચી ખાશું. સુખ-દુઃખ પરભવનાં લખેલાં કર્મ છે. (૧૨૦-૧૨૧) . કવિશ્રી રતનસૂરિ : બે જીવી નાયિકાએ કંતને પૂછયું, ‘“ધન કેમ કરી મેળવશું?’’ સાર્થપતિ ધનાવાહ શેઠના મિત્ર હતાં. તેમણે નાયકને કહ્યું, ‘“તું મારી સાથે આવશે તો બે, ત્રણ, ચાર એમ બારે વર્ષે બાર ગણાં ધન કમાશે!'' નાયિકાએ પ્રવાસમાં જતા નાયકને કોથડો ભરી ચોખા, વીસ-ત્રીસ લાડુ આપ્યા. નાયકે પાડોશણોને

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622