________________
૪૦૨
સરસ્વતીનું ચિંતન કરે છે. • કવિશ્રી ગુણસાગરસૂરિ મારૂ રાગના દુહામાં ચાર પ્રકારના ધર્મમાંથી પ્રથમ દાનધર્મનો મહિમા ગાયો. છે. કવિશ્રીએ અલગ રીતે મંગલાચરણ ન કરતાં દાન ધર્મનો માહાભ્ય દર્શાવતી કથાના પ્રારંભ સાથે મંગલાચરણને વણી લીધું છે. • કવિશ્રી લાલવિજયજીએ બૂટક છંદમાં ‘આદિ જિનવર ધ્યાઉં' એમ કહી આદિનાથ ભગવાનનું ધ્યાના ધર્યું છે. • કવિશ્રી વિજયશેખરસૂરિએ પ્રારંભમાં આ અવસર્પિણી કાળના પાંચ પ્રભાવક તીર્થકરોને જીત્યા છે. શ્રી આદિનાથ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીને વંદન કરી શ્રુતદેવી માતા સરસ્વતીને પ્રણામ કર્યા છે. • કવિશ્રી જયરંગમુનિએ પ્રારંભમાં શુદ્ધ મને અરિહંત દેવની ભક્તિ કરી સરસ્વતી દેવીનું નામસ્મરણ અને સદ્ગુરુના ચરણે નમસ્કાર કર્યા છે. • કવિશ્રી દીપ્તિવિજયજીએ કવિશ્રી કલ્યાણરત્નસૂરિજીની જેમ બ્રહ્માપુત્રી, હંસવાહિની માતા. સરસ્વતીની સ્તુતિ કરી છે. • કવિશ્રી મલયચંદ્રજીએ ચરમ તીર્થંકર શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને અને શ્રુતદેવી સરસ્વતીને વંદન કરી કવન કરે છે.
કવિશ્રી ફતેહચંદજીએ પોતાના આરાધ્યદેવ તરીકે પાર્થપ્રભુને સ્તવ્યા છે.
અજ્ઞાત કવિશ્રીએ અલગથી મંગલાચરણ ન કરતાં સુકૃતના કરનારા કયવન્નાના ચરિત્રને સૌભાગ્યશાળી ગણી કૃતિને પધ અને ગધમાં ગૂંથે છે. • અજ્ઞાત કવિશ્રી કૃત કયવન્નાશેઠની કથા (ગદ્ય)માં ઈષ્ટદેવને નમસ્કાર કર્યા છે. • કવિશ્રી વિજયધર્મધુરંધરસૂરિ, કવિશ્રી દેપાલની પ્રકાશિત કૃતિઓ અતિ સંક્ષેપમાં હોવાથી અલગથી મંગલાચરણને અવકાશ નથી આપ્યું. તેમણે અજ્ઞાત કવિશ્રીની જેમ જ કૃતપુણ્યને સૌભાગ્યશાળી ગણી તેનું નામ સ્મરણ જ મંગળ ગયું છે.
આમ, પ્રત્યેક કવિઓએ કાવ્યના પ્રારંભમાં પોતાના ઈષ્ટદેવને સ્તવી નમસ્કારભાવ પ્રદર્શિત કર્યો છે. ઈષ્ટદેવની સ્તુતિ કરનારો અહમભાવનું વિસર્જન કરી પૂજ્યતા પ્રગટ કરે છે ત્યારે કલમ અવિરતપણે ચાલવા માંડે છે.
કથા પ્રયોજન :
કૃતપુણ્ય કથાનકના રચયિતા મધ્યકાલીન કવિઓનો કથા પ્રયોજનનો હેતુ એકસમાન છે. જિનેશ્વર પ્રરૂપિત દાન, શીલ, તપ અને ભાવ આ ચાર પ્રકારના ધર્મમાંથી દાનધર્મનું મહાભ્ય દર્શાવવા કવિઓએ