________________
૩૮૨
અમર કૃતિઓ તૈયાર કરી. • પ્રસ્તુત કૃતિમાં રચના સંવત આપી નથી પરંતુ કવિ શ્રી દેપાલજી વિક્રમની ૧૬મી સદીના આદિ કવિ મનાય છે તેથી તેમની કૃતિને ત્રીજો ક્રમાંક આપ્યો છે. • કવિશ્રીએ આ કૃતિમાં કૃતપુણ્યના જીવનનો એક પ્રસંગ કાવ્યમાં ગૂંથ્યો છે.
“હરખિહિ કવિદેપાલ જિમ' (૧૨) કવિએ અહીં પોતાના નામનો ઉલ્લેખ કર્યો છે. • ભાષાની દષ્ટિએ જોઈએ તો કવિશ્રીની ભાષામાં ક્રિયાપદોના એકવચનમાં ‘ઉ'કારની પ્રધાનતા છે. જેમકે- જણાવઉ, જાણઉ, ભૂલઉ, કહઉ, મેલવઉ, કરાવિઉ, મોહીઉ, જુહારઉ.
• કથાઘટકોમાં પરિવર્તન : ૧. કૃતપુણ્યએ એક અપૂર્વ અને અચરજભરી વાત અભયકુમારને કહી, જેમાં પોતાના પરિવારનો
મેળાપ ઈરછયો છે. (૧-૪) ૨. લાખ સુવર્ણમુદ્રા ખર્ચીને કૃતપુણ્ય જેવી જ અપ્રતિમ મૂર્તિ અભયકુમારે તૈયાર કરાવી. (૬)
કોઈ કવિએ યક્ષ મૂર્તિની બનાવટમાં ખર્ચાયેલા ધનની નોંધ લીધી નથી. 3. મૂર્તિને સોના અને રૂપાના અલંકારથી અલંકૃત કરવામાં આવી તેમજ કિંમતી રેશમી વસ્ત્રો દ્વારા. વિભૂષિત કરવામાં આવી. ()
પ્રસ્તુત વર્ણનમાં શૃંગાર રસ સાથે અભુત રસ પ્રયોજાયેલો છે. તે સમયની વેશભૂષા દર્શાવી
છે. પ્રાચીન કાળમાં શ્રીમંત પુરુષો ઘરેણાં અને રેશમી વસ્ત્રો પહેરતાં હતાં, એવું સિદ્ધ થાય છે. ૪. અભયકુમારે રાજગૃહી નગરીનાં ચૌટામાં ચારદરવાજાવાળો એક પ્રાસાદ કરાવ્યો. (૮)
કવિએ સમવસરણની જેમ ચારે દિશામાં પ્રાસાદના ચાર દ્વાર બતાવ્યા છે. શ્રી ગુણવિનયજી અને શ્રી ગુણસાગરજીની કૃતિઓમાં પ્રાસાદના બે દ્વારનો ઉલ્લેખ થયો છે. પૂજા કરવા આવેલા
લોકો એકદ્વારથી અંદર પ્રવેશતા અને બીજા દ્વારથી બહાર નીકળતા હતા. ૫. નગરજનો સહપરિવાર યક્ષ પૂજન માટે આવે એવો પડહ નગરમાં વગડાવ્યો. (૯)
અહીં ફક્ત બાળકોવાળી સ્ત્રીઓને નહીં પરંતુ સહપરિવાર યક્ષ પૂજન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ૬. પ્રત્યેક ઘરે યક્ષ પૂજન માટે મોદક થવા લાગ્યા.
યક્ષને પ્રણામ કરતાં લોકો કહેતાં, “હે યક્ષ દેવતા! અમે તમને ઘણાં મોદકનો ભોગ ધરાવશું. અમારા કુળની રક્ષા કરજો. તમે જ અમારા સ્વામી છો.” એમ કહી કેટલાક લોકો યક્ષપૂજન કરી નાચગાન કરતા, કેટલાક ગીતો ગાઈ હરખ વ્યક્ત કરતા હતા. (૧૧-૧૨)
યક્ષ પૂજન કે કુળદેવીનું પૂજન સમાજમાં વ્યાપક સ્તરે પ્રસરેલું હશે. ઉપરોક્ત વર્ણન વર્તમાના
કાળે થતી દેવ-દેવીઓની ‘પહેડી’ની યાદ અપાવે છે. ૮. યક્ષના સ્થાને કૃતપુણ્યની મૂર્તિને જોઈ નવ જણને ભારે અચંબો થયો. (૧૩) ૯. ચારે સ્ત્રીઓ મૂર્તિને જોઈ એક પણ શબ્દ બોલી નહીં પરંતુ મનમાં મલકાવા લાગી. (૧૪)