________________
४४
પોતાના કહ્યાગરા અને સમજુ પુત્રને જોઈ ખુશ થતી. આ બાળક નોંધારી ધન્યાનો આધાર હતો, તેની વૃદ્ધાવસ્થાની લાકડી હતી.
શ્રીપુર નગરમાં તહેવારનો દિવસ આવ્યો. લોકોના ઘરોમાં ખીરનું ભોજન તૈયાર થયું. બપોરના ટાણે બધા મિત્રો સીમમાં ભેગા થયા. તેમણે ખીર ખાજાનાં ભોજનની વાતો કરી. પછવાડે બેઠેલા બાળકે તે વાતો સાંભળી. તેના મોંમાં પાણી આવ્યું. ‘આખું ગામ આજે ખીરની ખુશાલી માણે છે હું પણ ઘરે જઈ માતાની પાસે ખીર માંગીશ.” બાળક જમવા ટાણે ઘરે આવ્યો. માતાએ ટાઢો રોટલો. થાળીમાં પીરસ્યો અને છાસમાં એક મોટો લોટો પાણી ભેળવી કહ્યું, “લે બેટા! છાસ અને રોટલો ખાઈ લે.' બાળકે છણકો કરતાં કહ્યું, “મારા મિત્રોના ઘરે ખીર ખાજાનું ભોજન બન્યું છે. મારે આજે પણ વાસી રોટલો અને છાશ જ ખાવાનાં? મા!મારે ખીર ખાવી છે. આજે તો હું ખીર ખાઈને જ જંપવાનો!” બાળકે હઠ પકડી. તેને ખીર ખાવાની તરસ જાગી.
બાળકની ખીર ખાવાની અદમ્ય ઈચ્છા જોઈને સ્નેહાળ ધન્યાનું હૈયું ભરાઈ ગયું. તે જાણતી હતી કે બાળકની માંગણી તે પૂરી કરી શકે એમ નથી. તેણે બાળકને સમજાવતાં કહ્યું, “બેટા! ગરમ ભોજન પણ તું કેટલાય દિવસથી જમ્યો નથી ત્યાં હું ખીરનું ભોજન તને ક્યાંથી આપું? બેટા!તને કોઈક દિવસ જરૂર ખીર ખવડાવીશ પણ આજે તું ખીરની જીદ છોડી દે.” બાળકને ખીર ખાવાની વળગણ હતી. તેને માતાનાં શબ્દોમાં રસ ન હતો.
કાળજાની કોર જેવા બાળકની નાનકડી ઈચ્છા પૂર્ણ કરવાની સમર્થતા ધન્યામાં ન હતી. એક ક્ષણ તો એને થયું કે ઈશ્વરે મને જન્મ અને જીવન આપીને મારી મજાક ઉડાવી છે! આ હદય એક પછી એક આઘાત સહેતું આવ્યું છે. બાળકની ઈરછા સંતોષી ન શકવાથી વાત્સલ્યથી માતાનું હૈયું ચીરાતું હતું પરંતુ તે લાચાર હતી. બાળક હઠે ચડયો. સંતપ્ત ધન્યાએ કંટાળીને બાળકના બરડે લાકડીનો પ્રહાર કર્યો. બાળક જોર જોરથી રોવા માંડ્યો. ધન્યાનું હદય દીકરાના આંસુને ન ખમી શક્યું. તે પણ સાથે રડવા લાગી. પોતાના ભાગ્યને કોશવા લાગી. “હું કેવી અભાગણી માતા કે, મારા પુત્રને ખોબા ભર ખીર પણ ખવડાવી શકતી નથી!” આટલું બોલી માતા ચોધાર આંસુએ રડવા લાગી. નાનકડી ઝૂંપડીના તરણેતરણા રડી ઉઠયાં!
આડોશ-પડોશની સ્ત્રીઓ રડવાનો અવાજ સાંભળી ભેગી થઈ ગઈ. ધન્યાને રડવાનું કારણ પૂછયું. ધન્યાએ ખુલાસો કરતાં કહ્યું, “બાળકને ખીર ખાવી છે તેથી તે રડે છે. બાળક રડે છે તેથી હું રડું છું. હું ખીર ક્યાંથી લઈ આવું?”
અચાનક ચારે પાડોસણોના માંહ્યલીપાથી જ અનુકંપાનો બુલંદ અવાજ ઉઠયો. પરોપકારી આર્યનારીઓએ હદયની વિશાળતા દાખવી સહાનુભૂતિનો હાથ લંબાવ્યો. એક સ્ત્રીએ વાટકો ભરી ખાંડ આપી. બીજીએ તાંબડી ભરી દૂધ આપ્યું. ત્રીજીએ ચોખા આપ્યા. ધન્યાએ થોડી જ વારમાં ખીર તૈયાર કરી દીધી. બાળક નાચી ઉઠયો. ધન્યા બાળકને જોઈ હરખઘેલી બની. તેણે થાળીમાં ખીર